Get The App

શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટના વહીટવટકર્તા તરીકે કલેક્ટરની નિયુક્તિ હાઈકોર્ટે રદ કરી

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટના વહીટવટકર્તા તરીકે કલેક્ટરની નિયુક્તિ હાઈકોર્ટે રદ કરી 1 - image

સરકારે  નિયંત્રણ મેળવવા બદીરાદાથી નિર્ણય લીધાનો આરોપ

નિયુક્તિ ગેરકાયદે હોવાનું જણાવીને  ર્ેસ્થિતિ જેમની તેમ રાખવા આદેશ

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિંગણાપુર ખાતે શ્રી શનૈશ્વર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટકર્તા તરીકે અહિલ્યાનગર કલેક્ટરની નિમણૂક કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આ કાર્યવાહીને  ગેરકાયદ અને શિંગણાપુર ટ્રસ્ટ અધિનિયમ, ૨૦૧૮ ના અવકાશની બહાર ગણાવી છે.

ચુકાદો આપતાં, ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને હિતેન એસ. વેણેગાવકરની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે અમે તારણ કાઢયું છે કે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરની વહીવટકર્તા તરીકે નિમણૂક ગેરકાયદે  છે. વહીવટકર્તા અને તેમના દ્વારા રચાયેલી સમિતિ દ્વારા કોઈપણ સત્તા વિના કરવામાં આવેલા કાર્યો ગેરકાયદે છે અને તેથી, યથાવત સ્થિતિ મંજૂર કરવી જરૃરી છે. 

બેન્ચે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજના સરકારી ઠરાવને રદ કર્યો હતો જેના કારણે કાયદો અમલમાં આવ્યો અને સાથે સાથે કલેક્ટરને વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યા હતા અને ૩૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના એક સમિતિની રચના કરવાના પત્રને પણ રદ કર્યો હતો.કોર્ટે કલેક્ટર અને સમિતિને ટ્રસ્ટની બધી જંગમ અને સ્થાવર મિલકતો સાત દિવસની અંદર ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને સોંપવાનો નિર્દેશ આપ્યો અને જ્યાં સુધી રાજ્ય નિયમો બનાવે અને કાયદા હેઠળ મેનેજમેન્ટ સમિતિની રચના ન કરે ત્યાં સુધી ટ્રસ્ટને તેના બેંક ખાતાનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

આ અરજી ભાગવત સોપાન બાંકર અને દસ અન્ય ચૂંટાયેલા ટ્રસ્ટીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે તેઓ ડિસેમ્બર ૨૦૨૦ માં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થતા પાંચ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા હતા અને સરકારે મંદિરનો મુખ્ય આવક સ્ત્રોત, જે  દુષ્ટ ઇરાદાથી છે, તેના પર નિયંત્રણ મેળવવા માટે કાર્ય કર્યું હતું. 

ન્યાયાધીશોએ નોંધ્યું કે સરકારે ઉતાવળમા કામ કર્યું અને તેનો આદેશ કાયદા સાથે અસંગત હતો. 

 જો દલીલો ખાતર, એ સ્વીકારવામાં આવે કે મુશ્કેેલી હતી, તો પણ રાજ્ય સરકાર એવો આદેશ પસાર કરી શકે છે જે કાયદાની જોગવાઈઓ સાથે અસંગત ન હોય. અહીં, આદેશ... અસંગત કહી શકાય.