Get The App

રિયા ચક્રવર્તીને તેનો પાસપોર્ટ પરત કરવા એનસીબીને હાઈકોર્ટનો આદેશ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
રિયા ચક્રવર્તીને તેનો પાસપોર્ટ પરત કરવા એનસીબીને હાઈકોર્ટનો આદેશ 1 - image


રિયાએ અત્યાર સુુધી તમામ શરતો પાળી હોવાનું નિરીક્ષણ

2020 ના ડ્રગ્સ કેસમાં જામીનની શરતમાં રાહત મળીઃ જોકે, તમામ વિદેશ પ્રવાસ પહેલાં એનસીબીને અચૂક જાણ કરવાની રહેશે

મુંબઈ -  સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ૨૦૨૦ ના ડ્રગ્સ કેસમાં લાદવામાં આવેલી જામીનની શરત હળવી કરવાની  એકટ્રેસ રિયા ચક્રવર્તીની વિનંતીને મંજૂર કરીને, બોમ્બે હાઈકોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને રિયાનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે .

રિયાની સપ્ટેમ્બર ૨૦૨૦માં ધરપકડ થઈ હતી. તે પછીના મહિને તેને જામીન મળ્યા હતા. જોકે, જામીન વખતે મૂકાયેલી શરત અનુસાર રિયા માટે  કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે એનસીબીમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાની અને ટ્રાયલ કોર્ટની પરવાનગી જરુરી બનાવાઈ હતી. 

રિયાઝે તાજેતરમાં પોતાનો પાસપોર્ટ પાછો આપવાની માંગ કરતાં કહ્યું હતું કે આ શરતનું અનુપાલન કરવા જતાં તેના પ્રવાસ શિડયૂલ ખોરવાય છે  અને તે તેના પ્રોફેશનલ અનુબંધોનું પાલન કરી શકતી નથી. અરજીમાં જણાવાયું હતું કે અત્યાર સુધી ે રિયાએ બધી જામીન શરતોનું પાલન કર્યું છે અને ક્યારેય કોઈ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું નથી, રિયાએ કારકિર્દીમાં શૂટિંગ, ઓડિશન અને મીટિંગ્સ માટે વારંવાર મુસાફરી કરવી જરૃરી  છે એમ જણાવાયું હતું. 

એનસીબીએ આ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે રિયા એક સેલિબ્રિટી છે તેટલા ખાતર થઈને તેની સાથે વિશિષ્ટ વ્યવહાર થવો જોઈએ નહીં. એનસીબી વતી એમ પણ જણાવાયું હતું કે વિદેશ ગયા પછી રિયા ફરાર થઈ જાય તેવુું પણ જોખમ છે. 

જોકે, ન્યાયાધીશ નીલા ગોખલેએ અવલોકન કર્યું કે આ કેસમાં અન્ય આરોપીઓને પણ આવી જ છૂટછાટ આપવામાં આવી છે. તેમણે નોંધ્યું કે રિયાએ સતત ટ્રાયલ સાથે સહકાર આપ્યો હતો, બધી મંજૂર વિદેશ યાત્રાઓ પછી તે પરત આવી છે અને તેણે  ક્યારેય જામીનની શરતોનો ભંગ કર્યો ન હતો. કોર્ટે કહ્યું કે ટ્રાયલના નિષ્કર્ષ માટે તેમની ઉપલબ્ધતા પર શંકા કરવાનું કોઈ કારણ નથી.

રિયાની અરજી મંજૂર કરતી વખતે, બેન્ચે એવી શરત મૂકી હતી કે કોર્ટ દ્વારા માફી ન મળે ત્યાં સુધી તેણે બધી ટ્રાયલ તારીખોમાં હાજરી  આપવાની રહેશે.  વિદેશ પ્રવાસ કરતા પહેલા, તેણે ે ઓછામાં ઓછા ચાર દિવસ અગાઉ ફરિયાદી એજન્સીને પોતાનો સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ - હોટેલ અને ફ્લાઇટની વિગતો સહિત - સબમિટ કરવો જરૃરી છે, તેનો સંપર્ક નંબર પ્રદાન કરવો, તેનો ફોન ચાલુ રાખવો અને પરત ફર્યા પછી અધિકારીઓને જાણ કરવી જરૃરી છે.

ઉલ્લેખનીય છે કે ગત  માર્ચમાં, સીબીઆઈએ સુશાંતના મૃત્યુ સંબંધિત કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો,જેમાં સીબીઆઈએ તારણ આપ્યું હતુ ંકે સુશાંતના કેસમાં કોઈ કાવતરું રચાયું  હોય તેવા કોઈ પુરાવા નથી.


Tags :