આશા ભોંસલેને હાઈકોર્ટે પર્સનાલિટી રાઈટ્સ અંગે વચગાળાનુંં રક્ષણ આપ્યું

પોતાના અવાજના કલોનિંગ થતાં સિંગરે હાઈકોર્ટમાં ધા નાખી
એઆઈ પ્લેટફોર્મ્સ દ્વારા નકલ કરાયેલી તમામ સામગ્રી હટાવવા આદેશ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે પ્રખ્યાત પ્લેબેક સિંગર આશા ભોંસલેને તેમના પર્સનાલિટી અને મોરલ રાઈટસ અંગે વચગાળાનું રક્ષણ આપ્યું છે.આર્ટિફિશિયિલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્લેટફોર્મ્સ ઓનલાઈન માર્કેટ પ્લેસિસ વિગેરેને તેમનો અવાજ કલોન કરવા અથવા તેમની ઈમેજ, અને અન્ય વિશેષતાઓનો કમર્શિયલ ફાયદો ન લઈ શકે તે માટે તેમને વચગાળાનું રક્ષણ મળ્યું છે.
નામ, અવાજ, ફોટોગ્રાફ, કેરિકેચર, વિગેરે વ્યક્તિત્વની વિશેષતાઓનો બિનઅધિકૃત ઉપયોગ પ્રથમ દર્શી રીતે તેમના પબ્લિસિટી અને પર્સનાલિટી રાઈટસનું ઉલ્લંઘન છે તેવું જસ્ટિસ આફ એસ. ડોકટરે કહ્યું છે.
વિવિધ પ્રતિવાદીઓએ સામે આશા ભોસંલેએ દાદ માગી હતી. આ પ્રતિવાદીઓ તેમના અવાજનું કલોન વર્ઝન તૈયાર કર્યું હતું. અથવા તેમના પોસ્ટર્સ, પરવાનગી વનગર તેમના ફોટાનો ઉપયોગ કરી મર્ચન્ડાઈઝ વેંચવાનો પ્રયત્ન કરતા હતા. તેમના અવાજનવો ઉપયોગ કરીને એઆઈજનરેટેડ વીડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરાયા હતા.
આવા દુરુપયોગથી તેમની પ્રતિષ્ઠાને અનવે ગુડવિલને હાનિ પહોંચે છે તેવું તેમની પીટિશનમાં કહેવામાં આવ્યું હતું.
કોર્ટે અરજદારને વચગાળાની રાહત આપી હતી. એઆઈ પ્લેટફોર્મ્સ અને સેલર્સ સહિતના પ્રતિવાદીઓ સામે જસ્ટિસ ડોકટરે કડક નિર્દેશો આપ્યા હતા. અરજદારે જણાવેલી તમામ સામગ્રી હટાવી દેવા કોર્ટે પ્રતિવાદીઓને આદેશ આપ્યો હતો. મામલાની આગામી સુનાવણી ૧૨મી ઓકટોબરે હાથ ધરાશે.









