Get The App

કિશોરીની બલિ ચડાવવાની આરોપી મહિલા તાંત્રિકને હાઈકોર્ટ દ્વારા જામીન

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
કિશોરીની બલિ ચડાવવાની આરોપી મહિલા તાંત્રિકને  હાઈકોર્ટ દ્વારા જામીન 1 - image


સાતારામાં ગુપ્ત ધનની લાલચે પિતાએ જ દીકરીની બલિ ચઢાવી હતી

બનાવના ત્રણ વર્ષ બાદ સાક્ષીનું નિવેદન આવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું - મહિલા હાલ 61 વર્ષની હોવાનો મુદ્દો પણ ધ્યાને લેવાયો

મુંબઈ -  સાતારા જિલ્લામાં ૧૭ વર્ષીય કિશોરીની નવબલિ ચડાવવામાં સહભાગી ૬૧ વર્ષીય મહિલા તાંત્રિક કમલ આનંદ મહાપુરેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. 

૨૨ જાન્યુઆરી ૨૦૧૯ના કેસમાં ગુપ્ત ધન મેળવવા માટે કથિત રીતે પિતાએ પોતાની પુત્રી ભાગ્યશ્રીની બલિ ચડાવ્યાનો આ કેસ છે. શરૃઆતમાં પિતાએ ઢેેબેવાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી પણ તપાસમાં જણાયું હતું કે હત્યાનો માસ્ટરમાઈન્ડ પિતા જ હતો.

સરકારી પક્ષના કેસ અનુસાર મહાપુરેએ કિશોરીને બલિ પૂર્વે ભંડારો જમાડવામાં, તેના પગ પકડી રાખવામાં અને મુખ્ય આરોપી ગળું ચીરે ત્યારે મંત્રોચ્ચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા પાર પાડી હતી. ઘટનાના ત્રણ વર્ષ બાદ  જુલાઈ ૨૦૨૨માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહાપુરેના વકિલે દલીલ કરી હતી કે તે બે વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને સુનાવણી શરૃ પણ થઈ નથી. મુખ્ય સાક્ષીદારના નિવેદનોમાં વિસંગતી હોવાનું જણાવ્યું હતું જેમાં મહાપુરેની સંડોવણીનો ઉલ્લેખ નથી. ત્રણ વર્ષ બાદ સાક્ષીદારે નિવેદન આપ્યું હતંંુ કે તેને ઘટનાસ્થળ અરજદારને જોઈ હતી. કોર્ટને ખાતરી અપાઈ હતી કે કેસ પૂરો થાય ત્યાં સુધી મહાપુરે સાતાર જિલ્લામાં પ્રવેશસે નહીં અને જામીનશરતોમાં રાહત માગશે નહીં.

સરકારી વકિલે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે માહપુરેએ સહઆરોપી સાથે કાવતરું રચીને ઘાતકી હત્યામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જો તેને છોડવામાં અવાશે તો સરકારી સાક્ષીદારોને ધમકાવશે અને ફરાર થશે અને સુનાવણીમાં નિયમિત હાજર નહીં રહે.

ન્યા. દીગેેએ સાત ફેબુ્રઆરીએ દલીલે બાદ નોંધ કરી હતી કે સુનાવણીમાં વિલંબ અને મહાપુરેની વય થઈ ગઈ છે. તેમ જ ત્રણ વર્ષ બાદ સાક્ષીનું નિવેદન આવ્યાની કોર્ટે નોંધ કરી હતી.નજરે જોનાર સાક્ષીના નિવેદનની પુરાવા તરીકેનું મૂલ્ય સુનાવણી સમયે ધ્યાનમાં લઈ શકા છે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે રૃ. ૫૦ હજારના બોન્ડ પર જામીન મંજૂર કરીને મહાપુરે પર કડક શરતો લાદી હતી.


Tags :