Get The App

વિજય માલ્યાને હાઈકોર્ટે રોકડું પરખાવ્યું, ભારત આવો પછી તમારી અરજી સાંભળશું

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
વિજય માલ્યાને હાઈકોર્ટે રોકડું પરખાવ્યું, ભારત આવો પછી તમારી અરજી સાંભળશું 1 - image

ભાગેડુ ગુનેગાર ઘોષિત  કરવા સામે માલ્યાની અરજી

કોર્ટ સમક્ષ હાજર રહ્યા  વિના ગુનાઈત કૃત્યમાંથી મુક્તિની માગણી કરો તે ચાલી શકે નહિઃ ક્યરે  પાછા આવવાનો છો તે એફિડેવિટ કરીને જણાવો

મુંબઈ -  ભાગેડુ બિઝનેસમેેન વિજય માલ્યાએ પોતાને ફ્યુજિટવ ઈકોનોમિક ઓફેન્ડર્સ ેક્ટ હેઠળ ભાગેડુ ગુનેગાર ઠેરવવાના આદેશ સામે કરેલી અપીલનું સુનાવણી કરવાનો ઈન્કાર કરતાં બોમ્બે હાઈકોર્ટે માલ્યાને પરખાવ્યું હતું કે તમે ભારત પાછા આવો તે પછી તમારી અરજી સાંભળશું. તમે  કોર્ટ સમક્ષ હાજર થયા વિના ગુનાઈત કૃત્યમાંથી મુક્તિની માગણી કરો તે નહિ ચાલે. તમે ક્યારે પાછા આવવાનું પ્લાન કરો છો તે એફિડેવિટ કરીને જણાવો તેવો નિર્દેશ આપ્યો હતો. 

માલ્યા પોતે કોર્ટ સમક્ષ હાજર થાય નહીં ત્યાં સુધી તેમની અરજી પર સુનાવણી કરાશે નહીં એમ  ચીફ જસ્ટિસ શ્રી ચન્દ્રશેખર તથા જસ્ટીસ ગૌતમ અંખડની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું. 

માલ્યાએ પોતાને ભાગેડુ જાહેર કરતા આદેશ સામે અપીલ કરી છે અને તેને દાખલ કરાઈ છે પણ હજી સુનાવણી થઈ નથી એમ પણ જજે નોંધ કરી છે. બંને અરજી એક સાથે ચાલી શકે નહીં એમ જણાવીને કોર્ટે માલ્યાને કઈ અરજી તેઓ પાછી ખેંચવા માગે છે એ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

અદાલતે માલ્યાના વકીલને સાફ સાફ જણાવ્યું હતું કે જ્યાં સુધી માલ્યા કોર્ટ સમક્ષ હાજર ન થાય ત્યાં સુધી તેઓ  આ એક્ટ હેઠળ અપાયેલા આદેશની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી હાથ પર લેશે નહિ. 

સરકાર વતી દલીલ કરાઈ હતી કે આ એક્ટ જ મૂૂળભૂત રીતે એ માટે છે કે કોઈ ભાગેડુ ગુનેગાર વિદેશમાં રહીને ભારતમાં પોતાના વકીલો મારફત અરજીઓ કરતા રહીને અદાલતની ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ ન કરે. તેમણે જણાવ્યું હતું કે માલ્યાનું યુકેથી પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. 

માલ્યાના વકીલે દાવો કર્યો હતો કે તેમના પર મૂળ દેવું ૬૦૦૦ કરોડનું જ હતું પરંતુ બેન્કો ૧૪ હજાર કરોડની મિલ્કતો  ટાંચમાં લઈ ચૂકી છે. અમે બધા કેસ બંધ કરી તમામ દેવું સેટલ કરવા માગીએ છીએ. . વિદેશમાં રહીને પણ માલ્યા કાનૂની પ્રતિનિધિત્વ માટે હકદાર છે. જોકે, કોર્ટ સમક્ષ હાજર રહ્યા વિના કોઈ ગુનાહિત જવાબદારી કઈ રીતે ખંખેરી શકે? એમ કોર્ટે સવાલ કર્યો હતો. 

 કોર્ટે ૧૨ ફેબુ્રઆરી પર સુનાવણ ી રાખીને માલ્યાને કંઈ અરજી ચાલુ રાખવી તેનો નિર્ણય લેવા સમય આપ્યો છે.