Mumbai

હાઈકોર્ટે નીચલી કોર્ટના બે જજોને ગેરવર્તણૂક બદલ બરતરફ કરી દીધા

By GS TEAM
5 Oct 20252 mins read
હાઈકોર્ટે નીચલી કોર્ટના બે જજોને ગેરવર્તણૂક બદલ બરતરફ કરી દીધા

શિસ્ત સમિતિ દ્વારા  તપાસ બાદ નિર્ણય

એક જજ સામે લાંચન જ્યારે બીજા સામે જપ્ત ડ્રગ્સનો દુરુપયોગનો આરોપ

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં નીચલી અદાલતના બે ન્યાયાધીશોને ન્યાયતંત્રના અધિકારીઓ સાથે ગેરવર્તણૂક અને અયોગ્ય વર્તન બદલ બરતરફ કર્યા છે.

શિસ્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ એડિશનલ સેશન્સ જજ ધનંજય નિકમ અને સિવિલ જજ ઇરફાન શેખને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નિકમ પર લાંચ લેવાનો આરોપ છે, જ્યારે શેખ, જેમણે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળના કેસોની અધ્યક્ષતા કરી હતી, તેમણે કથિત રીતે ભ્રષ્ટાચારમાં સંડોવણી દર્શાવી હતી અને તપાસ દરમિયાન જપ્ત કરાયેલા નાર્કોટિક પદાર્થોેનો દુરુપયોગ કર્યો હતો.

શેખ વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી હજુ પણ પેન્ડિંગ છે. શુક્રવારે હાઇકોર્ટે તેમની બરતરફીનો આદેશ આપ્યા  હતો.

એન્ટી કરપ્શન બ્યુરો (એનસીબી) એ સતારા જિલ્લા અને સેશન્સ જજ નિકમ વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૃપિયાની લાંચ માંગવાના આરોપસર કેસ નોંધ્યો હતો.

જાન્યુઆરીમાં તેમણે આગોતરા જામીન માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો અને દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે અને તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે.માર્ચમાં હાઇકોર્ટે તેમને ધરપકડ પૂર્વેના જામીન નકારી કાઢયા હતા.

એક મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેના પિતા નાગરિક સંરક્ષણ કર્મચારી છે અને સરકારી નોકરીની ઓફર હેઠળ કોઈની સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

નીચલી અદાલતે તેમના જામીન નામંજૂર કર્યા પછી, મહિલાએ સતારા સેશન્સ કોર્ટમાં નવી જામીન અરજી દાખલ કરી હતી અને નિકમે અરજી પર સુનાવણી કરી હતી.

એસીબીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈના કિશોર સંભાજી ખરાટ અને સતારાના આનંદ મોહન ખરાટે નિકમના કહેવા અનુકૂળ આદેશના બદલામાં પર મહિલા પાસેથી પાંચ લાખ રૃપિયાની માંગણી કરી હતી.

તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે ૩ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૪ ની વચ્ચેની તેમની તપાસ દરમિયાન લાંચની માંગણીની ચકાસણી કરવામાં આવી હતી, જે પુષ્ટિ કરે છે કે નિકમે ખરાટ પરિવાર સાથે મળીને લાંચ માંગી હતી.

એસીબીએ નિકમ,ખરાટ પરિવાર અને એક અજાણી વ્યક્તિ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.