ટાઈગર મેમણના બે ફલેટસની જપ્તી સામેની અરજી હાઈકોર્ટે ફગાવી

1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીના બે ફલેટસનો મામલો
અરજદારીએ ૧૯૯૨માં ટાઈગર મેમણના માતાપિતા પાસે બે ફલેટ ખરીદ્યા હતા
મુંબઈ - મુંબઈ બોમ્બ બ્લાસ્ટસ ૧૯૯૩ના આરોપી ટાઈગર મેમણના પાંચ સગાની પીટિશન બોમ્બે હાઈકોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. ૨૮મી સપ્ટેમ્બર ૧૯૯૩એ ટાઈગર મેમણના પિતાના નામના કુર્લા સ્થિત બિલ્ડિંગના બે ફલેટસ સ્મગલર એન્ડ પોરેન એક્સચેન્જ મેનિપુલિેટર્સ એકટ ૧૯૭૬ હેઠળ સ રકારી એજન્સીએ કબ્જે કર્યા હતા. અબ્દુલિ, હતીક્ષા અને અન્યોએ નવી દિલ્હી સ્થિત એપેલેટ ટ્રિબ્યુનલ ફોર ફોરફીટેડ પ્રોપર્ટીમાં પ્રોપર્ટીમાં ફોરફીચર ઓર્ડર (કબ્જે કરવાનો ઓર્ડર)ને પડકાર્યો હતો.
જાન્યુઆરી ૧૯૯૪માં ટીએડીએ (ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટી, (પ્રિવેન્શન) એકટ ૧૯૮૭) હેઠળ કોર્ટે મેમન પરિવારના અન્ય પ્રોપર્ટી સાથે કુર્લાસ્થિત બે ફલેટસ પર પણ ટાંચ મૂકાઈ હતી. ટાંચ મૂકાયેલી પ્રોપર્ટીસ માટે બોમ્બે હાઈકોર્ટના કોર્ટ રિસિવરની નિમણૂંક કરી હતી. આ બન્ને ફલેટસ અરજદારોના ક્બજામાં જ હતા. ૧૯૯૪થી ૨૦૦૮ સુધી તેમણે પ્રતિ માસ રૃ.૨૦૦૦ની રોયલ્ટી મુક્ત કરી અને તેમણે ફલેટસ ખરીદ્યા છે અને તેમની પાસે કબ્જો છે તેવી જાહેર નોટિસો અખબારમાં છપાવી હતી.
૧૯૯૯ની ૪ નવેમ્બરે, એેપેલેટ ટ્રિબ્યુનલે અરજદારોની અપીલ ફગાવી દીધી હતી જે વર્ષ ૨૦૦૦માં અરજદારોએ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. ૨૪મી માર્ચ, ૨૦૦૫મીએ બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
દરમિયાન, ૨૪મી માર્ચ, ૨૦૨૫મીે ટીએડીએ (ટાડા) કોર્ટે ઘણી પ્રોપર્ટીસ પરથી ટાંચ ઉઠાવી હતી અને કેન્દ્ર સરકારની તરફેણમાં સોંપી હતી. કુર્લાના બે ફલેટસના કબ્જેદારોએ જૂન ૨૦૨૫માં સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિયુલેટર્સ એક્ટ ૧૯૭૬ (એસએએફઈએમએ) હેઠળ બન્ને ફલેટસ સોંપવા અરજદારોને બે ઓગસ્ટ, ૨૦૨૫ સુધીનો સમય આપ્યો હતો ૧૯૮૦માં બન્ને ફલેટસ ટાઈગર મેમણના માતાપિતાએ ફલેટસ ખરીદ્યા હતા. જે સગાઓને ટ્રાન્સફર કરાયા હતા પણ ટ્રાન્સફર અંગેના ડોકયુમેન્ટસ ેરકોર્ડ પર નથી. અરજદારોએ મેમણના માતાપિતાને ૧૯૯૨માં રૃ.૬,૭૫,૦૦૦ ચૂકવ્યા હતા અનમે દાવાને પુષ્ટિ આપતા બેન્ક ટ્રાન્ઝેકશન્સ પણ રજૂ કર્યા હતા જો કે રજિસ્ટર કરાવેલા સેલડીડમાં ટાઈગરના માતાપિતાનું જ નામ હતું અરજદારો પાસે ૩૦ વર્ષથી વધુ સમય ફલેટસનો કબ્જે હતો અને તેમણે મેઈનટેનન્સ બિલ પણ ભર્યા હતા.
હાઈકોર્ટની બેન્ચે પીટિશન ફગાવી દીધી હતી. અરજદારો પાસે રજિસ્ટર કરાયેલું સેલડીડ નહીં હતું. માલિકોના હક્કો બિલો ચૂકવવાથી અથવા બેન્ક સ્ટેટમેન્ટ રજુ કરવાથી સાબિત થતા ઝડપી અને ફોરફીચર ઓર્જર (કબ્જે કરવાનો ઓર્ડર) પણ અગાઉ કન્ફર્મ કરાયો હતો આથી અરજદારોની અરજી ફગાવી દેવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દ્ર વી ઘૂત્રે અને જસ્ટિસ ગૌતમ અનબડની વચ્ચે કહ્યું હતું કે માલિકીની અધિકાર પ્રાપ્ત કરવા અરજદારોએ પગલાં ભર્યા ન હતા બેન્ચે અવલોકન કર્યું હતું કે ખરા અર્થમાં ખરીદનાર લાંબા સમય સુધી શાંત રહે અને પોતાના અધિકારોનો દાવો નહીં કરે તેવું શક્ય નથી.
૭૭ વર્ષીય મહિલા અરજદાર અને તેમના દિવંગત પતિના વારસદારોએ કરેલી અરજી હાઈકોર્ટ ફગાવી દીધી હતી.









