Get The App

ધર્મેન્દ્રના 4થા અને પ્રાથનાસભાના દિવસે હેમા માલિનીની લાગણીસભર પોસ્ટ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ધર્મેન્દ્રના 4થા અને પ્રાથનાસભાના દિવસે હેમા માલિનીની લાગણીસભર પોસ્ટ 1 - image

 પોતે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોવાનું જણાવીને થોડી તસવીરો પણ મુકી

મુંબઇ -  ધર્મેન્દ્રના નિધનના ચોથા દિવસે ૨૭ નવેમ્બરના રોજે  પ્રાથનાસભાનું આયોજન બાંદરાની તાજ લેન્ડ એન્ડ્સમાં કરવામાં આવ્યું હતું. સેલિબ્રેશન ઓફ લાઇફ નામ ધરાવતું કાર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.આ દિવસે તેની બીજી પત્ની અને અભિનેત્રી હેમામાલિનીએ પતિના નિધન પછી પ્રથમ વખત પોસ્ટ શેર કરી હતી. 

હેમામાલિનીએ પોતાની લાગણીસભર પોસ્ટની સાથેસાથે ધર્મેન્દ્ર સાથેની તસવીરો પણ શેર કરી હતી. હેમા માલિનીએ ટૂંકમાં પોતે સર્વસ્વ ગુમાવાનું કહ્યું હતું. અભિનેત્રીએ શેર કર્યું હતું કે, વરસોનો સાથ રહ્યો..અમારા માટે તે હંમેશા હાજર રહેતા હતો. તઓે મારા માટે ઘણું બધું હતા. એક પ્રેમાળ પતિ, અમારી બે પુત્રીઓ ઇશા અને અહાના લાડલા પિતા, મિત્ર, ફિલોસોફર, એક ગાઇડ, કવિ, અને અમારી દરેક મુશ્કેલીઓમાં પડખે રહેનાર વ્યક્તિ, સાચું કહું તો તેઓ મારા માટે સર્વસ્વ હતા. તેમણે અમારા સારા-ખરાબ દિવસોમાં હંમેશા સાથ આપ્યો છે. પોતાના સરળ અને પ્રેમાળ અને મિલનસાર સ્વભાવને કારણે તેમણે પરિવારના સદસ્યોને પોતાના બનાવી લીધા હતા અને દરેકમાં રૃચિ લેતા હતા. 

એક ફિલ્મ પર્સનાનિટી તરીકે તેમની ટેલન્ટ, લોકપ્રિયતા છતાં તેમની વિનમ્રતા અને તેમની યુનિવર્સલ અપીલ દરેક દિગ્ગજો વચ્ચે  એક અલગ ઓળખ બનતી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની હાજરી અને તેમના અચીવમેન્ટસ હંમેશા અમર રહેશે. 

હું મારી અંગત ખોટ જણાવી શકતી નથી મારામાં જે ખાલીપણું અને એકલતા સર્જાયાં છે. તે મારા જીવનના બાકીના હિસ્સાઓમાં હંમેશા મારી સાથે રહેશે. વરસો સાથે રહ્યા પછી મારી પાસે ઘણી ખૂબસૂરત પળોને ફરી જીવવા માટે અસંખ્ય  યાદો બચી છે.