શ્રાવણમાં સૂપડાધારઃ મુંબઈમાં 4 દિવસમાં 26 ઈંચ વરસાદ

મુંબઈને ૨૧મી ઓગસ્ટ પછી જ રાહત મળશે
મુંબઈ - આજે મુંબઈ સહિત થાણે, પાલઘર, રત્નાગિરી, નાશિક, કોલ્હાપુર, સાતારા માટે ઓરેન્જ એલર્ટ જારી
મુંબઈમાં ફક્ત ચાર દિવસમાં ૨૬ ઈંચ વરસાદ થતાં મહાનગર થંભી ગયું હતું. ૪૮ કલાકના રેડ એલર્ટ દરમિયાન સોમવાર અને મંગળવારે એમ બે દિવસ વરસેલા ગાંડાતુર વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું હતું.
ભારે તોફાની વરસાદ સાથે ૪૦-૫૦ કિ.મી.ની ગતિએ ફૂંકાતા પવનની બેવડી થપાટથી અસંખ્ય મુંબઈગરા પારાવાર પરેશાન થઈ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના પરાં અતિ ભારે વર્ષાથી જળબંબાકાર બન્યાં હતાં.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે ૧૯, ઓગસ્ટના સવારના ૮.૩૦થી સાંજના ૫-૩૦ સુધીમાં સાંતાક્રુઝમાં ૧૬૩.૪ મિ.મી., વિક્રોલી ૧૬૧.૫, જુહુ ૧૧૮.૫, બાંદ્રા ૧૦૦.૫, ભાયખલા ૯૮.૦, કોલાબા ૬૩.૦ મિ.મિ. જેટલો વરસાદ વરસ્યો છે.
મહત્ત્વનું પરિબળ તો એ રહ્યું છે કે મુંબઈમાં ૧૬થી ૧૯ ઓગસ્ટના ફક્ત ચાર દિવસમાં કોલાબામાં ૨૮૬.૬ મિ.મિ. (૧૧.૨૧ ઈંચ), સાંતાક્રુઝમાં ૬૬૬.૧ મિ.મિ. (૨૬.૧ ઈંચ) બેસુમાર વર્ષા નોંધાઈ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, એમ લગભગ અઢી મહિના દરમિયાન, મુંબઈનુ ગગન સંતોષકારક કહી શકાય તેવું અને મુંબઈમાં તોફાની મુડમાં વરસે છે તેવું વરસ્યું નહીં હેોવાથી મુંબઈગકા થોડાંક નિરાશ અને નારાજ હતા.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની સુષ્મા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે છેલ્લાં ૩ દિવસથી મુંબઈમાં શ્રીકાર વર્ષા થઈ રહી હોવાનું મુખ્ય કુદરતી પરિબળ છે. બંગળાના ઉપસાગર ઉપર સર્જાયેલું હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો પ્રેશર) આ કુદરતી પરિબળની તીવ્ર અસરથી આજ આકાશી ક્ષેત્રમાં ૩.૧થી ૪.૫ કિમ.ીના અંતરે બે વિરુદ્ધસ દિશાના પવનોની જબરી ટક્કર થઈ રહી છે. સાથોસાથ સાયકલોનિક સર્કયુલેશન પણ સર્જાયું છે.
બંગાળના ઉપસાગર પર લો પ્રેશર સર્જાયું હોવાથી ભેજવાળા અને વરસાદી પવનો આમાં પશ્ચિમ ભારતદ પર ફૂંકાઈ રહ્યા છે. આ પરિબળોથી મુંબઈમાં ભારે વરસાદ થયો છે. હજી આવતા ૨૪ કલાક, ૨૦, ઓગસ્ટે કોંકણ મુંબઈ સહિત થાણે, પાલઘર, રત્નાગિરી માટે ઓરેન્જ યેલર્ટ જારી કરવામાં આવવી છે. જ્યારે રાયગઢ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે ૨૧, ઓગસ્ટ બાદ મુંબઈગરરાં વરસાદી રાહત રહેવાની શક્યતા છે. સાથોસાથષ્, મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા થોડો વિશ્રામ કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે એવી માહિતી પણ આપી છે કે છેલ્લા ૩ દિવસથી મહારાષ્ટ્રના પ્રસિદેધ ગિરીમથકો-પર્યટન સ્થળો મહાબળેશ્વરમાં અને માથેરાનમાં શ્રીકાર વર્ષ થઆ રહી છે. વરસાદી મોસમ પૂરબહારમાં ખીલી હોવાથી સહેલાણીઓ પણ ખુશમિજાજ આનંદ ફરી રહ્યો હોવાના સમાચાર મળે છે.
આજે મહાબળેશ્વરમાં ૧૪૪.૦ મિ.મી. વરસાદ વરસ્યો છે. આ ગિરિમથક આખું લીલુંછમ હોવાથી તેને ફરતે ગાઢ ઘુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.
સાથોસાથ આજે માથેરાનમાં પણ ૧૭૭.૦ મિ.મિ. જેટલો અનરાધરા વરસાદ વરસ્યો છે.









