Get The App

મુંબઈમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી 1 - image


મેઘરાજા પણ કરશે ગણેશવંદના

મુંબઈ, થાણે, પાલઘર માટે યલો એલર્ટ ઃ સોમવારે પણ દિવસભર ઝાપટાં

મુંબઈ -  મુંબઈમાં આગામી બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તા. ૨૭મીએ ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે તેવા સમયે જ મુંબઈમાં વ્યાપક વરસાદ થાય તેવી સંભાવના છે. 

સોમવારે પણ દિવસભર મુંબઈના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. દિવસ દરમિયાન, સમગ્ર મહાનગરમાં આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને સૂરજનાં દર્શન થયાં ન હતાં. 

હવામાન વિભાગે ૨૬,૨૭ ઓગસ્ટ દરમિયાન મુંબઇ,થાણે,પાલઘર માટે યલો એલર્ટ (ભારે વરસાદ) જારી કરી છે. જ્યારે કોંકણનાં રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે પણ  ૨૬થી ૨૮, ઓગસ્ટ દરમિયાન યલો એલર્ટ જારી કરી છે. આમ આ  સપ્તાહ દરમિયાન આખા મહારાષ્ટ્રમાં મેઘરાજાની ભરપૂર મહેર વરસે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે. ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં વરસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇ શહેર અને પરાંમાં આકાશ વાદળિયું રહેવાની શક્યતા છે. સાથોસાથ હળવી -મધ્યમ વર્ષા થવાની પણ સંભાવના છે.  


Tags :