વૈકલ્પિક વ્યવસ્થા વિના કબૂતરખાના બંધ ન કરવા બીએમસીને સરકારનો આદેશ

કબૂતર મુદ્દે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવા પણ સરકાર તૈયાર
કબૂતરોને ચણ માટેની નિયંત્રિત વ્યવસ્થા ગોઠવવા તથા વિષ્ટાની સફાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા બીએમસીને સૂચના
મુંબઈ - વૈકલ્પિક વ્યવસ્થા વિના કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય યોગ્ય નથી એમ જણાવી રાજ્ય સરકારે બીએમસીને કબૂતરો માટે ચણની નિયંત્રિત વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યો છે. કબૂતરોને ચણ પર પ્રતિબંધ મુદ્દે બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે સરકાર જરુર પડે સુપ્રીમમાં અપીલ કરશે તેમ પણ જણાવાયું છે.
હાઈકોર્ટના ચુકાદા બાદ બીએમસીએ દાદરનાં કબૂતરખાનાને તાડપત્રીથી ઢાંકી દેતાં તથા શહેરભરમાં કબૂતરોને ચણ આપતા લોકોને દંડ ફટકારવાનું શરુ કરતાં જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા હતા. બીએમસીની કાર્યવાહીથી કબૂતરો ટપોટપ મરી રહ્યાં છે તેવી દલીલો સાથે રવિવારે જીવદયા પ્રેમીઓ તથા જૈન સમુદાયના લોકોએ મોરચો પણ યોજ્યો હતો.
બાદમાં આજે મુખ્યપ્રધાનના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ મુદ્દે જાહેર આરોગ્યનાં જતાન, પર્યાવરણની રક્ષા અને સાથે સાથે કબૂતરોના જીવ બચાવવવાના ત્રિવિધ મોરચે સુસંગત કામગીરી થવી જોઈએ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના અચાનક જ કબૂતરોને ચણ પર પ્રતિબંધ મૂકી દેવાય કે કબૂતરખાનાં બંધ કરી દેવાય તે યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે કબૂતરોની વિષ્ટાને સાફ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે કબૂતરોને ક્યાં અને ક્યારે નિયંત્રિત રીતે ચણ આપવું તેની નીતિ બનાવવી જોઈએ. કબૂતરોના વિષ્ટાની અસરોનો વૈજ્ઞાાનિક અભ્યાસ થવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે આ બાબતે મેનકા ગાંધી સાથે પણ ચર્ચા કરી છે.
ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે કબૂતરોના સમૂહને ચણ આપવાથી જાહેર સ્વચ્છતાના તથા જન આરોગ્યના પ્રશ્નો ઉભા થાય છે. કબૂતરોને ચણ આપતા લોકો સામે કાર્યવાહી માટે બીએમસીે આદેશ અપાયો હતો. અગાઉ અદાલતે હેરિટેજ કબૂતરખાના નહિ તોડવા જણાવ્યુ ંહતું પરંતુ સાથે સાથે ચણ માટે મંજૂરી આપી શકાય નહિ તેમ જણાવ્યું હતું.
કબૂતરોને ચણ માટે આજે દાદરમાં સભાઃ દુકાનો બંધ રખાશે
(????????????????????????૨૫
કબૂતરને ચણ મુદ્દે દાદર-વેસ્ટમાં આવેલાં શ્રી શાંતિનાથ જૈન મંદિરની બહાર બુધવારે સવારે દસ વાગ્યે વિવિધ સમાજના લોકો એકત્રિત થવાના છે. અનેક વેપારીઓ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પોતાના વ્યવસાયો બંધ રાખીને જોડાશે. બાળકોને પણ શાળા બંધ રખાવવા જણાવાયું છે.
જૈન સમુદાય તથા હિંદુ સમાજના અનેક સંગઠનો તથા જીવદયા પ્રેમીઓ આ સભામાં હાજર રહેશે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડના માનદ પશુ કલ્યાણ પ્રતિનિધિ માહિતી આપતાં મિતેશ જૈને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે ' સભામાં કબુતરોની હાલની દશા, તેમના ખાવા માટે વ્યવસ્થા કરવા વિશે ચર્ચા કરવામાં આવશે. હાલમાં મુંબઈમાં ત્રણ લાખથી વધુ નિર્દોષ કબૂતરો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. જ્યારથી કબુતર અને ખાવાનું આપવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યારથી લગભગ કબુતરખાનાની આસપાસ ૯૮૦ જેટલા કબૂતરો ખાધા વગર મૃત્યુ પામ્યા છે. એથી દરેક હિન્દુ સંત, મહષ, પ્રાણી પ્રેમીઓ અને ભાઈ-બહેનોને તેમના બાળકો અને પરિવાર સાથે દાદર વેસ્ટ (કબુતરખાના પાસે) સ્થિત શ્રી શાંતિનાથજી જૈન મંદિરમાં હાજર રહેશે. તમામ બાળકોની શાળાઓ બંધ રાખવા, બધા વેપારીઓએ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પોતાના વ્યવસાયો બંધ રાખવા અને આ અભિયાનમાં ઓફિસ સ્ટાફને પણ સામેલ કરવા આહવાહન કરવામાં આવ્યું છે.'
રેસકોર્સ, નેશનલ પાર્કમાં ચણની વ્યવસ્થા ગોઠવવા સૂચન
મુંબઈના રેસકોર્સ, આરે કોલોની, સંજય ગાંધી નેશનલ પાર્ક, બીકેસી સહિતના વિસ્તારોમાં કબૂતરોેને ચણની વ્યવસ્થા ગોઠવવા માટે સૂચન અપાયું છે. શહેરના ભરચક વસતી ધરાવતા વિસ્તારોની જગ્યાએ અહીં કબૂતરો માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરી શકાય છે તેમ જણાવાયું છે.
શહેરભરમાં ૪૪ કબૂતરખાના ઃ ૬૮ હજારનો દંડ
શહેરમાં ૪૪ 'કબુતરખાના' છે, જેમાંથી સૌથી વધુ પાંચ પશ્ચિમ ઉપનગરોમાં પી-ઉત્તર અને પી-પૂર્વ વોર્ડમાં છે, ત્યારબાદ પશ્ચિમ ઉપનગરોમાં કે-પશ્ચિમમાં ચાર-ચાર અને દક્ષિણ મુંબઈમાં ડી વોર્ડમાં છે.મુંબઈ મહાપાલિકાએ ૧૩ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન શહેરભરના 'કબુતરખાના'માં કબૂતરોને ખવડાવવા બદલ ૧૪૨ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે અને ૬૮,૭૦૦ રૃપિયાનો દંડ વસૂલ કર્યો છ. અને મોટાભાગના ઉલ્લંઘનો દાદર કબુતરખાના ખાતે જોવા મળતાં તેને તાડપત્રીથી ઢાંકી દેવાયું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે દાદર કબુતરખાનામાં કબૂતરોને ખવડાવવા બદલ ૫૧ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથીરૃ. ૨૨,૨૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે.
મીરા રોડમાં કબૂતર મુદ્દે લોહી રેડાયું
કબૂતરને ચણ મુદ્દે યુવતીની હત્યા, વૃદ્ધને ઢોર માર મરાયો
મીરા રોડમાં કબૂતરને ચણ આપવા મુદ્દે ૬૯ વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયો હતો. તેનો પ્રતિકાર કરવા આવેલી તેમની દીકરીની લોખંડના સળિયાથી ગળું દબાવી હ ત્યા કરાઈ હતી.
મીરા રોડના ઠાકુર મોલ નજીક ડી.બી ઓઝોન ઈમારત ૩૦ માં રહેતા ૬૯ વર્ષીય વરિ નાગરિક મહેન્દ્ર પટેલ રવિવારે ઇમારતની નીચેથી દૂધ લેવા ગયા હતા. તે સમયે, બાજુમાં આવેલી ઇમારત નંબર ૨૯ માં રહેતા ૫૬ વર્ષના વ્યાસ ઇમારતના જાહેર વિસ્તારમાં કબૂતરોને ખવડાવી રહ્યા હતા. જ્યારે મહેન્દ્ર પટેલે તેમને કબૂતરોને ખવડાવવા ન કહેવાનું કહ્યું, ત્યારે વ્યાસે તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૃ કર્યું હતું. હંગામો સાંભળીને મહેન્દ્ર પટેલની ૪૬ વર્ષના પુત્રી પ્રેમલ નીચે આવી હતી. જ્યારે તેણે પૂછયું કે તે તેના પિતા સાથે કેમ દુર્વ્યવહાર કરી રહી છે, ત્યારે વ્યાસ પ્રેમલ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો.
વ્યાસ નીઈમારતમાં રહેતો સોમેશ અગ્નિહોત્રી બે અજાણ્યા લોકો સાથે આવ્યો અને પ્રેમલને લોખંડના સળિયાથી માર માર્યા હતો. જ્યારે તેમાંથી એકે તેનું ગળું દબાવી દીધું અને તેના હાથ વડે માર માર્યો હતો. આ ઘટનામાં કાશીમીરા પોલીસે આશા વ્યાસ, સોમેશ અગ્નિહોત્રી અને અન્ય બે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. વરિ પોલીસ અધિકારી રાજેન્દ્ર કાંબલેના માર્ગદર્શન હેઠળ પોલીસ વધુ તપાસ કરી રહી છે.








