Mumbai

અભ્યાસ-તાલીમની આડમાં વિદેશ જતાં અમલદારો પર સરકારની કરડી નજર

By GS TEAM
23 Aug 20252 mins read
અભ્યાસ-તાલીમની આડમાં વિદેશ જતાં અમલદારો પર સરકારની કરડી નજર

સરકારી તિજોરી પર પડતા ફાઝલ ખર્ચ ઘટાડવા કવાયત

મુંબઈ -  પહેલા પ્રવાસની સવિસ્તાર માહિતી આપવા તેમ જ કારણો સમજાવવા આદેશ જારી

એજ્યુકેશનલ ટ્રીપના આડમાં વિદેશ પ્રવાસે જતાં સરકારી અધિકારીઓ સામે રાજ્ય સરકારે કરડી નજર કરી છે. એટલે કે સરકારી કર્મચારીઓના અભ્યાસ ટ્રીપ પર ગાજ પડી છે. જો સરકારી કર્મચારીઓને એજ્યુકેશનલ અથવા પ્રશિક્ષણ નિમિત્તે વિદેશ પ્રવાસે જવું હોય તો પહેલાથી સરકાર તરફથી પરવાનગી લેવી ફરજિયાત બનાવી છે.

ફક્ત પરવાનગી નહીં પણ પ્રવાસ સરકાર માટે શું ઉપયોગી હશે તે સરકારને અધિકારીએ કહેવું પડશે. એવો નિર્ણય રાજ્ય સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે લીધો છે. એટલે કે સરકારી અધિકારીઓની વિમાન ફેરીઓ નિયંત્રણ હવે પોતાના હાથમાં લીધો છે.

સરકારી અધિકારીઓ અભ્યાસ પ્રવાસ, તાલીમ કે અન્ય કારણોસર વિદેશ જાય છે. અલબત્ત તેમની સરકારી નોકરી હોવાથી ખર્ચનો બોજો પણ સરકારી તિજોરી  પર આવે છે. જોકે એવું પ્રકાશમાં આવ્યું છે કે વિદેશ  પ્રવાસો માટે સંપૂર્ણ દરખાસ્તો સરકારને સુપરત કરવામાં આવતી નથી. આ બાબતોને અટકાવવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે એક આદેશ જારી કર્યો છે.

જો પ્રવાસ સરકારને કરવાનો હોય તો આ પ્રવાસના ખર્ચ વિશે વિગતવાર માહિતી આપવી પડશે. જો ખાનગી સંસ્થા મારફતે પ્રવાસ હોય તો પ્રવાસનું કારણ અને ખાનગી સંસ્થાના આવકના સ્ત્રોત વિશે માહિતી આપવી પડશે અને કોના નામે આમંત્રણ છે તે માહિતી પણ તપાસશે. જો સરકારી કર્મચારી વિદેશ પ્રવાસ થઇ રહ્યો હોય તો સંબંધિત વિભાગના મંત્રી પાસેથી પણ પરવાનગી લેવી પડશે. આ અંગેનો એક નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે કેટલીક સૂચના આપી છે તે મુજબ નિર્ધારિત ફોર્મેટમાં અથવા અધૂરી માહિતી સાથેના પ્રસ્તાવો સ્વીકારવામાં આવશે નહીં. અભ્યાસ પ્રવાસો અને તાલીમ પ્રવાસો સિવાય અન્ય  કોઇપણ દેશમાં ત્રણથી વધુ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. જો વધુ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે તો તેનું  કારણ આપવું પડશે.

વિદેશ પ્રવાસ માટે દરખાસ્ત મોકલતી વખતે વિભાગના વડાઓ સિવાયના અખિલ ભારતીય સેવા અધિકારીઓની એક અલગ માહિતી પત્રક તૈયાર કરીને જોડવાનું રહેશે. સંયુક્ત/ નાયબ  સચિવોની સહી વિના દરખાસ્તો સ્વીકારવામાં આવશે નહીં આ સાથે કેટલી અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જારી કરાઇ છે.