માનવાધિકાર ભંગનો કેસમાં આદેશનું પાલન
માત્ર ૨૫ ટકા કેસમાં જ ભલામણોને પૂરી કરવામાં આવ્યાની ગંભીર નોંધ લેવાયેલી
મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ દ્વારા આપેલા આદેશ મુજબ માનવ અધિકાર ભંગના પીડિતોને વળતર નહીં ચૂકવવા બદલ હાઈકોર્ટે રાજ્ય સરકારને કોર્ટમાં રૃ. ૩.૬૦ કરોડ જમા કરવાનો આદેશ આપ્યો હતો. આ અનુસાર સરકારે આ રકમ કોર્ટમાં જમા કરાવી છે.આ માહિતી આપતું સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું હતું.
કોર્ટે સાથે જ રાજ્યના ચીફ સેક્રેટરીને નોડલ ઓફિસર નીયુક્ત કરવા આદેશ આપ્યો હતો ે જે પીડિતોને વળતરની ચૂકવણીની ખાતરી કરશે.આ રકમ બે સપ્તાહમાં જમા કરવાની રહેશે. બીજા દસ દિવસમાં રકમ પીડિતોને આપવાનું સૂનિશ્ચિત કરવામાં આવે એવો આદેશ આપ્યો છે.
એડવોકેટ સત્યમ સુરાનાએ કરેલી જનહિત અરજીની સનાવણી ચાલી રહી હતી. માહિતી અધિકાર કાયદા હેઠળ કરાયેલી અરજીમાં રાજ્યની ઓથોરટીએ પાળેલા આદેળની ૨૦૧૩થી અત્યાર સુધીની ભલામણોની સ્થિતિ જાણવા માગી હતી. જવાબમાં જણાયું હતુ કે ૨૦૧૩થી ૨૦૨૫ સુધી ૧૮૦ ભલામણો થઈ હતી પણ સરકારે માત્ર ૨૫ ટકા જ પૂરી કરી છે. કોર્ટે ગંભીર નોંધ લઈને ૧૨ ડિસેમ્બરે સરકારનો જવાબ મગાવ્યો હતો.
૨૭ જાન્યુઆરીએ સુનાવણી થઈ ત્યારે સરકારી વકિલે ૧૫ વધુ કેસમાં ભલમાણોનો અમલ થયાનું જણાવ્યું હતું. અરજદારે ધ્યાન દોર્યું હતું કે ૩.૪૦ કરોડની રકમનો આદેશ અપાયો હતો જે સરકારે હજી ચૂકવી નથી.આથી કોર્ટે ૧૭ ફેબુ્રઆરી સુધી સુનાવણી મોકૂફ રાખીને રકમ જમા કરવા આદેશ આપ્યો છે.


