ઉત્તરકાશીના પૂરમાં મહારાષ્ટ્રના 51 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો સરકારનો દાવો

સરકાર તેમના સુરક્ષિત સ્થળાંતર માટે પ્રયત્નશીલ
પુણેના ૨૪ ફસાયેલા પ્રવાસીઓને બચાવવા ઉત્તરાખંડના સીએમ ધામીને જરૃરી મદદ પૂરી પાડવા સૂચન
મુંબઇ - ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટતા અચાનક થયેલ પૂરથી ભારે તબાહી મચી ગઇ છે. આ ઘટનાના એક દિવસ બાદ રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે ઉત્તરકાશી જિલ્લામાં ફસાયેલા મહારાષ્ટ્રના ૫૧ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ બાબતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરએ જણાવ્યું હતું કે આમાથી ૧૧ પ્રવાસીઓ નાંદેડના છે અને બાકીના ૪૦ પ્રવાસીઓ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓના છે. મહારાષ્ટ્ર સરકાર ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને ઉત્તરકાશી જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર સાથે સંકલન કરી રહી છે. જેથી પ્રવાસીઓને સહાય પૂરી પાડી શકાય અને તેમનું સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરી શકાય.
ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવા માટે મહારાષ્ટ્ર સદન, દિલ્હી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના જિલ્લા વહીવટીતંત્રોને પણ સૂચનાઓ આપવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે છ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું આ ઉપરાંત નાગરિકોને અને તેમના સંબંધીઓને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, મહારાષ્ટ્રનો ફોન નં.૯૩૨૧૫૮૭૧૪૩/ ૦૨૨-૨૨૦૨૭૯૯૦/ ૦૨૨-૨૨૭૯૪૨૨૯ પર અથવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, ઉત્તરા ખંડનો ૦૧૩૫-૨૭૧૦૩૩૪/૮૨૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
દરમિયાન એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ અને સાંસદ સુપ્રિયા સુળેએ ઉત્તરા ખંડના મુખ્યમંત્ર પુષ્કર સિંહ ધામી અને તેમના કાર્યાલયને પુણે જિલ્લાના મંચરના ૨૪ નાગરિકો જેઓ ત્યાં ફસાયેલા છે તેમને જરૃરી મદદ પૂરી પાડવાની વિનંતી કરી છે. આ બાબતે સુળેએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે 'તાજેતરમાં થયેલા વાદળ ફાટવાના કારણે, મહારાષ્ટ્રના પુણેના મંચરના લગભગ ૨૪ નાગરિકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે. છેલ્લા ૨૪ કલાકથી તેમની સાથે કોઇ સંપર્ક થતો ન હોવાથી તેમના પરિવારજનો ખૂબ દુઃખી છે. ફસાયેલ ૨૪માંથી ૧૭ લોકોના નામ અને ફોન નંબર આપવામાં આવેલા છે. તમને વહેલામાં વહેલી તકે બચાવવામાં મદદ કરવામાં આવે.









