૨૫ ટકા અનામત બેઠકો માટે આથક સહાય મળશે
પ્રતિ વિદ્યાર્થી રૃ. ૧૭,૬૭૦ જેટલી સરકારી ફી ભરપાઈ આપવામાં આવશે
મુંબઈ - રાજ્યમાં શૈક્ષણિક ફી પ્રતિપૂત માટે રાજ્ય સરકારે ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે દર નક્કી કર્યો છે. સરકારના આદેશ અનુસાર, લાખો રૃપિયાની ફી વસૂલતી ખાનગી બિનઅનુદાનિત શાળાઓમાં વંચિત અને આથક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. આવી શાળાઓને પ્રતિ વિદ્યાર્થી રૃ. ૧૭,૬૭૦ જેટલી સરકારી ફી પ્રતિપૂત આપવામાં આવશે. જો શાળાની નક્કી કરેલી ફી આ રકમ કરતાં ઓછી હશે, તો સરકાર દ્વારા તે મુજબની જ રકમ ચૂકવવામાં આવશે.
આ નિર્ણય સાથે સરકારે ફી પ્રતિપૂત પ્રક્રિયાના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે. શાળાઓએ આરટીઈ/સરલ પોર્ટલ પર ફીની વિગતો, આરટીઈ માન્યતા પ્રમાણપત્ર અને વિદ્યાર્થીઓની માહિતી નોંધાવવી ફરજિયાત રહેશે. વિદ્યાર્થીની આધારકાર્ડ આધારિત નોંધણી અનિવાર્ય ગણાવવામાં આવી છે. તેમજ નિશ્ચિત સુવિધાઓમાં રાહત મેળવી મફત શિક્ષણ લીધા બાદ કેટલીક પરિસ્થિતિઓમાં ફી પ્રતિપૂતની પાત્રતા ઘટાડી શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે આ નિર્ણય વધતી ફીના ભારથી વાલીઓને રાહત આપવા અને નીચી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ સુલભ કરાવવા માટે લેવામાં આવ્યો છે. હાલના આરટીઈ કાયદા હેઠળની ૨૫ ટકા અનામત બેઠકો માટે આ ફી વળતરથી શાળાઓને આથક સહાય મળશે, તેમ છતાં અનેક શહેરોમાં વધતી ફી અને વાલીઓમાં ચિંતા યથાવત્ જોવા મળી રહી છે.સમયસર શૈક્ષણિક સામગ્રી મળી રહે.
રાજ્ય સરકારના આ નિર્ણયને માતા-પિતા અને શિક્ષણ ક્ષેત્ર તરફથી આવકાર મળ્યો છે. શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, એવું માનવામાં આવે છે.


