બેંગાલ ફાઈલ્સના સર્જકોને ગોપાલ મુખર્જીના પરિવાર દ્વારા નોટિસ
વિવેક અગ્નિહોત્રી સામે એકથી વધુ કેસ
સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ મુખર્જીનો કસાઈ તરીકે ઉલ્લેખ કરાંતાં વિરોધ
મુંબઇ - વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધી બેંગાલ ફાઈલ્સ'માં સ્થાનિક નેતા ગોપાલ મુખર્જીનો ઉલ્લેખ કસાઈ તરીકે થતાં તેમના પરિવારે વિવેક અગ્નિહોત્રીને લીગલ નોટિસ ફટકારી છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ' પહેલાથી જ રાજકીય વિવાદમાં સપડાઇ છે. ફિલ્મ માટે વિવેક પર એકથી વધુ એફઆઈઆર થઈ છે.
ગોપાલ પાઠા તરીકે જાણીતા ગોપાલ મુખર્જીએ ૧૯૪૬નાં રમખાણો વખતે હિંદુઓને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમનો ફિલ્મમાં કસાઈ તરીકે ઉલ્લેખ કરાતાં તેમના પૌત્ર શાંતનુએ વિવેક અગ્નિહોત્રીને નોટિસ આપી છે. તેના પૌત્ર શાંતનુએ વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ માટે યોગ્ય રીતે રિસર્ચ થયું નથી. અમારા પરિવારનો કોઈએ સંપર્ક પણ કર્યો નથી. ગોપાલ મુખર્જીનું ખોટી રીતે ચિત્રણ કરી અમારા પરિવારની તથા સમગ્ર બંગાળની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં આ ફિલ્મનો ટ્રેઈલર શો કોલકત્તામાં એક હોટલમાં યોજાયો હતો પરંતુ પોલીસ પરવાનગી નહિ હોવાથી આ શો બંધ કરાવાયો હતો.