કુંડળીમાં મૃત્યુ યોગ અને નીચી જાતિ છે તેમ કહી લગ્ન નકારતાં યુવતીની આત્મહત્યા
ચાર
વર્ષથી સંબંધ બાદ લગ્નની ના પાડતાં ઉંદર મારવાની દવા પ ી લીધી
વસઈના ગુજરાતી પ્રેમી આયુષ તથા પિતા અજય રાણા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો
ગુનો નોંધાતાં બંને ફરાર
મુંબઈ -
તારી કુંડળીમાં મૃત્યુયોગ છે અને તું નીચલી જાતિની છ એમ
કહીને લગ્નની માંગ નકારવામાં આવતાં વસઈની
૨૦ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી
લીધી છે. આ કેસમાં, વસઈ પોલીસે યુવતીના બોયફ્રેન્ડ અને તેના
પિતાની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરતાં બંને ફરાર થઈ ગયા છે.
વસઈની રહીશ ૨૦ વર્ષીય
રેવતી નીલેકોલેજમાં ભણતી હતી. તે છેલ્લા ચાર વર્ષથી ૨૧ વર્ષના આયુષ રાણા
સાથે પ્રેમ સંબંધમાં હતી. આયુષ તેના જ વર્ગમાં ભણતો હતો. તેઓ વસઈની એક સોસાયટીમાં
રહે છે. આ સમય દરમિયાન, આયુષે લગ્નનું વચન આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
પરંતુ, પાછળથી, લગ્ન વિશે પૂછયા પછી,
તે તેને ટાળવા લાગ્યો હતો. તેણે રેવતીનો નંબર પણ બ્લોક કરી દીધો
હતો. એથી તે હતાશ થઈ ગઈ હતી.
હારીથાકીને
રેવતીએ આયુષના માતા-પિતાનો સંપર્ક કર્યો
હતો. તે સમયે, તેઓએ પણ હાથ ઊંચા કર્યા હતા. આયુષના પિતા અજય રાણા (૫૧) એ કહ્યું કે,
તું નીચલી જાતિની હોવાથી અને તારી કુંડળીમાં મૃત્યુ યોગ હોવાથી,
હું મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવી શકતો નથી. આ વાતથી લાગી
આવતાં ગત ૨૭ એપ્રિલના રોજ રેવતીએ ે તેના ઘરમાં ઉંદર મારવાનું ઝેર ખાઈને આત્મહત્યા
કરી હતી. આ કેસમાં, વસઈ પોલીસે રેવતીને આત્મહત્યા માટે
ઉશ્કેરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૮,
૩(૫) હેઠળ પિતા-પુત્ર અજય રાણા અને આયુષ રાણા સામે ગુનો દાખલ કર્યો છે.
બન્ને લોકો ફરાર થઈ ગયા છે.
રાણા
પરિવારે મેલી વિદ્યા કરી હોવાનો પણ આરોપ
આરોપી
આયુષ રાણાના પિતા અજય રાણા (૫૧) એક ટેકનિશિયન છે. તેઓ રેવતી પર વિવિધ ધામક વિધિઓ
કરી રહ્યા હતા. તેનો હાથ બાંધવા માટે દોરડું આપવામાં આવ્યું હતું. તે ઘણીવાર તેને
રાખ તેના બેગમાં રાખવા માટે આપતો હતો. મૃતક રેવતીના ભાઈ દિનેશ કાલેએ વસઈ પોલીસને
જણાવ્યું હતું કે, રાણા કહી રહ્યો હતો કે આમ કરવાથી તારા અંદરનો રહેલો દોષ દૂર થઈ જશે અને
તું લગ્ન કરી શકીશ. તેમણે માંગ કરી છે કે રાણા પરિવાર પર મેલીવિદ્યાનો આરોપ
મૂકવામાં આવે અને તેમની સામે અંધશ્રદ્ધા નાબૂદી કાયદા હેઠળ કેસ નોંધીને કાર્યવાહી
કરવામાં આવે.