ગૌરી ખાને મુંબઇની એક રેસ્ટોરન્ટમાં પોતાના પરિવાર માટે એક ગુપ્ત દરવાજો કર્યો છે

જેમાંથી શાહરૃખ-આર્યન અને સુહાના લોકોની નજર બચાવીને બિનધાસ્ત આવ-જા કરે છે
મુંબઇ - ગૌરી ખાને પોતાના પરિવાર માટે મુંબઇની એક રેસ્ટોરન્ટમાં ેક ગુપ્ત દરવાજો કરાવ્યો છે. જેના દ્વારા શાહરૃખ ખાન, સુહાના અને આર્યન અવરજવર કરે છે. તેઓ લોકોની નજરમાંથી બચીને સુરક્ષિત રીતે હોટલમાં આવે છે. રસપ્રદ છે કે, ગોરી ખાને જ આ દરવાજાની ડિઝાઇન તૈયાર કરી છે. રેસ્ટોરન્ટમાં શેફના મુખ્ય અધિકારીએ એક વાતચીત દરમિયાન આ રહસ્ય ખોલ્યું હતું.
શેફે જણાવ્યું હતું કે, શાહરૃખ અને તેના પરિવારનો કોઇ પણ સભ્ય જ્યારે ક્યાંય પણ જતો હોય છે તો ભીડ જમા થઇ જતી હોય છે. તેમનું આ રેસ્ટોરન્ટમાં આવવાનું સામાન્ય હોવાથી ગૌરી ખાને પોતાના પરિવારની કાળજી હેતુ એક ગુપ્ત દરવાજો કર્યો છે. આ ગુપ્ત દરવાજામાંથી આવવાની અનુમતિ ફક્ત ખાન પરિવાર તેમજ અમુક સેલિબ્રિટીઓને જ છે જેઓ અવાર-નવાર અહીં આવતા હોય છે.
શેફે વધુમાં એમ પણ કહ્યું હતુ ંકે, શાહરૃખનો નાનો ્પુત્ર અબરામ મોટા ભાગે ઘરે જ ખાવાનું ઓર્ડરકરતો હોય છે. પરંતુ આર્યન અને સુહાના વારંવાર આ રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે આવતા ોય છે.








