ગેટવે-માંડવા બોટ ફેરી રવિવારથી બંધ થશે
અલીબાગ જવા માટે લાંબો ફેરો ખાવો પડશે
ફેરી સેવા હવે ૩૧મી ઓગસ્ટ પછી શરુ ક રાશે ભાઉચા ધક્કાથી રો-રો સેવા નિયમિત ચાલુ રહેશે
મુંબઈ - વરસાદમાં સુરક્ષાના કારણોસર રવિવારે,પચ્ચીમી તારીખથી ગેટવે ઓફ ઇન્ડિયા અને માંડવા-અલિબાગ વચ્ચે બોટ ફેરી બંધ થશે. આ સેવા ૩૧મી ઓગસ્ટ બાદ ખુલશે. દરમિયાન માંડવાથી ભાઉના ધક્કા વચ્ચે રો-રો સેવા ચાલુ રહેશે.
મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયા અને અલીબાગમાં માંડવા વચ્ચેનો આ જળ પરિવહનનો માર્ગ કોંકણપટ્ટી પર સહુથી વ્યસ્ત જળમાર્ગ તરીકે ઓળખાય છે. આ રૃટ પર રોજ સુમારે ત્રણ હજાર લોકો પ્રવાસ કરે છે અને રજાના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા આઠ હજારથી દસ હજાર જેટલી હોય છે. આ જળ માર્ગને કારણે અલીબાગ અને દક્ષિણ મુંબઇ માત્ર દોઢ કલાકમાં પહોંચી જવાય છે. તેથી સમય બચાવનારો આ માર્ગ હોવાથી પ્રવાસીઓ તેનો વધારે ઉપયોગ કરે છે.
બોટની ફેરી ત્રણ ખાનગી કંપનીઓ દ્વારા સવારે છથેી રાતે આઠ વાગ્યા સુધી કરવામાં આવે છે. આ સેવા દર વર્ષે ચોમાસાના ચાર મહિના સિવાય બાકીના આઠ મહિના ચાલુ હોય છે.
વરસાદના દિવસોમાં દરિયાની સ્થિતિ અનિશ્ચિત હોય છે, દરિયો તોફાની બને ત્યારે ગેટવે નજીક બોટ બાંધવી અશક્ય બની જાય છે. તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે પચ્ચીસમી તારીખથી બોટ સેવા બંધ કરવાનો આદેશ મેરીટાઇમ બોર્ડે જારી કર્યો છે. કોંકણમાં વરસાદ શરૃ થઇ ગયો હોવાથી આ વર્ષે એક અઠવાડિયા પહેલાં જ બોટ સેવા બંધ થશે. તેમજ પ્રવાસીઓ તેમના વાહનો સહિત ભાઉચા ધક્કાથી માંડવા સુધી રો-રોમાં જઇ શકશે.