Mumbai

મુંબઈમાં 15 દિવસમાં ગેસ્ટ્રોની બિમારીના કેસમાં વધારો

By GS TEAM
17 Jun 20251 min read
મુંબઈમાં 15 દિવસમાં ગેસ્ટ્રોની બિમારીના કેસમાં વધારો

મુંબઈ -  મુંબઈમાં જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય બીમારીમાં સૌથી વધુ ૩૯૦ કેસ ગેસ્ટ્રોના નોંધાયા હતા. એવી પાલિકાએ માહિતી આપી હતી.

પાલિકાના આરોગ્ય વિભાગે આપેલી વિગત મુજબ ૧ જૂનથી ૧૪ જૂન સુધી ૧૫ દિવસમાં મુંબઈમાં ગેસ્ટ્રોના ૩૯૦, કોવિડના ૩૬૬, મલેરિયાના ૩૪૧, ડેંગ્યુના ૪૮, ચિકનગુનિયાના ૪, લેપ્ટોસ્પાઈરોસિસના ૧૬, કમળાના ૨૬ કેસ નોંધાયા હતા.