Get The App

ગેંગસ્ટરના સાથીએ સરકારી એમ્યુનિશન ફેક્ટરીમાંથી 400 કારતૂસ મળવી

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
ગેંગસ્ટરના સાથીએ સરકારી એમ્યુનિશન ફેક્ટરીમાંથી 400 કારતૂસ  મળવી 1 - image

બનાવટી  દસ્તાવેજોના આધારે ગન લાયસન્સ   મેળવ્યું હતું

અજય સરોદેના ઘરમાંથી કાતરુસ મળ્યા બાદ તેને મદદ કોણે કરી તે વિશે પોલીસ તપાસ

મુંબઇ -  પુણેના કુખ્યાત ગેંગસ્ટર નિલેશ ધાયવળના એક સાથીદાર અજય સરોદેના ઘરમાંથી પુણે પોલીસને ઝડતી દરમિયાન ૪૦૦ રાઉન્ડ કારતૂસ (બુલેટ) મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના બાદ ઘાયવળના સાથીદાર સરોદે સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસની  પ્રારંભિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે સરોદેએ બનાવટી દસ્તાવેજોના આધારે ૨૦૨૪માં પુણે પોલીસ પાસેથી ગન લાયસન્સ મેળવ્યું હતું. જો કે તેના ઘરેથી મળી આવેલી કારતૂસ પુણેના ખડકીમાં આવેલી એમ્યુનિશન ફેક્ટરીમાંથી ગન લાયસન્સના આધારે મેળવવામાં આવી હતી. પુણે પોલીસે હવે આ લાયસન્સ મેળવવામાં મદદ કરનાર અને ખડકીની એમ્યુનિશન ફેક્ટરીમાંથી તેને ૪૦૦ કારતૂસ કઇ રીતે મળી તેની  ઊંડી તપાસ હાથ ધરી છે.

આ  બાબતે વધુ વિગત આપતા ડીસીપી (ઝોન-૩) સંભાજી કદમે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સરોદે અને તેના અન્ય એક સાથીની પુણેમાં થયેલા ગોળીબારના એક પ્રકરણમાં કર્ણાટકથી ધરપકડ કરી હતી. તેના ઘરની ઝડતી લેવામાં આવતા ૪૦૦ રાઉન્ડ કારતૂસ મળી આવી હતી જેમાંથી અડખી કારતૂસ જીવંત હતી જ્યારે અડધી વપરાયેલી હોવાનું સ્પષ્ટ થયું હતું. કદમે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા તપાસના તારણો સૂચવે છે કે આમાંથી ૧૫૦ કારતૂસ તેણે ગેંગસ્ટર ઘાયવળને આ વર્ષની શરૃઆતમાં તેના વતન અહિલ્યાનગર જિલ્લામાં ફાયરિંગની પ્રેક્ટિસ માટે પૂરી પાડી હતી. કદમે આગળ જણાવ્યું હતું કે સરોદેએ તેના રહેણાંક પુરાવાના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી ગન લાયસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ એ જ પરમિટનો ઉપયોગ કરી પુણેના ખડકીમાં આવેલી એમ્યુનિશન  ફેક્ટરીના આઉટલેટમાંથી ૪૦૦ કારતૂસ મેળવી હતી. આ આઉટલેટ નાગરિકો માટે ખુલ્લું હોવાની માહિતી પણ કદમે આપી હતી.

ગેંગસ્ટર ઘાયવળ સામે ૨૫થી વધુ કેસ નોંધાયેલા છે. જેના આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરથી દાખલ થયેલા ૧૦ કેસોનો પણ સમાવેશ થાય છે. ઘાયવલ ગેંગ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ઘાયલ હાલ દેશ છોડીને યુ.કે. ભાગી ગયો છે અને તેની સામે લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) પણ જારી કરવામાં આવ્યો છે. આ સિવાય ઇન્ટરપોલ દ્વારા પણ તેની સામે બ્લુકોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.