Get The App

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર ગેંગસ્ટર ફહીમ મચમચનું મોત

Updated: Aug 29th, 2021

GS TEAM

Google News
Google News
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર ગેંગસ્ટર ફહીમ મચમચનું મોત 1 - image


- પાકિસ્તાનમાં કોરોનાને લીધે મૃત્યુ પામ્યો હોવાની ચર્ચા

મુંબઇ : કુખ્યાત ગુંડા દાઉદ ઇબ્રાહિમની ગેંગના મહત્વના ગેંગસ્ટર ફહીમ મચમચનું મોત નિપજ્યુ હોવાની માહિતી મળી છે. પાકિસ્તાનના કરાચીમાં કોરોનાને લીધછે ફહીમ મૃત્યુ પામ્યો હોવાનુ કહેવાય છે. પણ દાઉદના સાથીદાર છોટા શકીલે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં કોરોનાથી નહી પણ દક્ષિણ આફ્રિકામાં હાર્ટએટેકથી ફહીમે જીવ ગુમાવ્યો છે.

મુંબઇ પોલીસ આ તમામ બાબતની તપાસ કરી રહી છે. ભારતમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા અનેક ગંભીર ગુના ફહીમ સામે નોંધાયેલા છે.

દાઉદ અને છોટા શકીલને ફહીમ પર ઘણો વિશ્વાસ હતો ડી કંપનીમાં છોટા શકીલ બાદ છોટા રાજનનું મહત્વનું સ્થાન હતુ પણ રાજને  ડી કંપની છોડી દીધા પછી ફહીમ મચમચે તેની જગ્યા લીધી હતી. દાઉદ માટે તે ખંડણી વસૂલમ કરતો હતો.

તાજેતરમાં જ મુંબઇમાં વ્યાવસાયિકને ફહીમના નામથી ખંડણી માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફોન ખરેખર ફહીમે કર્યો હતો કે કેમ એની પોલીસે તપાસ આદરી છે. દક્ષિણ મુંબઇમાં ભીંડી બજાર વિસ્તારમાં પેરુ લેનમાં અગાઉ ફહીમ રહેતો હતો.

કરાચીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા ફહીમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તબીબી તપાસમાં તે કોરોના પોઝીટીવ હોવાનુ માલૂમ પડયું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારે રાતે ફહીમ અહમદ શરીફ ઉર્ફે મચમચનું મોત નિપજ્યુ હોવાનુ કહેવાય છે. મુંબઇમાં ફહીમના પરિવારને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં દાઉદ સાથે તે થોડા વર્ષથી રહેતો હોવાનની ચર્ચા થઇ રહી છે.

Tags :