Get The App

ગણેશોત્સવ સ્પે. ટ્રેનની મુંબઇ-કોંકણ વચ્ચે વધુ ૪૪ ફેરી

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ગણેશોત્સવ સ્પે. ટ્રેનની મુંબઇ-કોંકણ વચ્ચે વધુ ૪૪ ફેરી 1 - image


મુંબઈ -  ગણેશોત્સવમાં કોંકણ તરફના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને મુંબઇ-કોંકણ ટ્રેનોની ૪૪ સ્પે. ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર ૦૧૧૩૧/૨ એલટીટી-સાવંતવાડી-એલટીટી ટ્રેનની આઠ ફેરી અને દિવા-ખેડ-દિવા મેમૂ અનારક્ષિત ટ્રેનની ૩૬ ફેરીઓ થશે. 

આ ૪૪ સ્પે. ફેરી ઉપરાંત દિવા-ચિપલૂન-દિવા મેમૂની અનારક્ષિત ફેરીમાં બે ફેરી વધારવામાં આવી છે. આ પહેલાં ૨૩ ઓગસ્ટથી શરૃ થનારી દિવા-ચિપલૂન મેમૂ હવે ૨૨મી ઓગસ્ટથી શરૃ થશે. વિશેષ ફેરીઓ માટે ટિકિટ બુકિંગ ત્રીજી ઓગસ્ટથી ચાલુ થશે. અનારક્ષિત ટ્રેનોની ટિકિટ યુટીએસમાંથી બુક થઇ શકશે. સેન્ટ્રલ અને કોંકણ રેલવેએ આ પહેલાં ૨૫૦ ફેરીઓની જાહેરાત કરી હતી. હવે નવી ફેરીઓ સહિત મુંબઇ-કોંકણ રૃટ પર દોડનારી વિશેષ ટ્રેનોની સંખ્યા ૨૯૬ સુધી પહોંચી છે.  

Tags :