મુંબઈમાં એક યુવક મંડળે ગણેશજીની મૂર્તિના શણગારમાં વાપર્યુ 70 કિલો સોનુ
મુંબઈ, તા. 13. સપ્ટેમ્બર 2018 ગુરુવાર
મહારાષ્ટ્રમાં અને તેમાં પણ મુંબઈમાં ગણેશોત્સવની રોનક અલગ જ હોય છે. મુંબઈમાં ઠેર ઠેર ગણપતિના પંડાળોની સજાવટ જોવા મળી રહી છે અને ગણેશ મંડળોએ એક એકથી ચઢિયાતા ડેકોરેશન કર્યા છે.
જેમાં મુંબઈના સાયન વિસ્તારમાં તો ગણેશજીની પ્રતિમાને 23 કેરેટના 70 કિલો સોનાથી મઢવામાં આવી છે. જેના પગલે આ ગણેશ પંડાળની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પંડાળ પર નજર રાખવા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. કદાચ ગણેશજીની મૂર્તિમાં આટલુ સોનુ વાપરવાની ઘટના પહેલી વખત જોવા મળી છે.