દિલજીત દોસાંઝની ફિલ્મો પર પ્રતિબંધ મુકવા એફડબ્લુઆઇસીએનું આહ્વાન
અભિનેતાએ પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કર્યાનો વિવાદ
મુંબઇ - ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈેઝે દિલજીત દોસાંજની દરેક આગામી ફિલ્મો પર પૂર્ણ પ્રતિબંધ મુકવાનું આહ્વાન કર્યું છે.એટલું જ નહીં તેમાં તેની ફિલ્મોના ગીતો તેમજ અન્ય પ્રોજેક્ટ પર પણ સખત પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. આ પ્રતિબંધમાં સરદાર જી ૩નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એફડબ્લુઆઇસીએના અધ્યક્ષે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, એક પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરીને દિલજીતે ભારતીય ભાવનાઓને ઠેસ પહોંચાડી છે તેણે દેશની ભાવનાઓનો અનાદર કર્યો છે. અમારા બહાદુર સૈનિકોના બલિદાનનું અપમાન કર્યું છે. ભારતીય કલાકારોની સરખામણીમાં પાકિસ્તાની પ્રતિભાઓને પ્રાથમિકતા આપવાની તેની નિષ્ઠા ે પર ગંભીર પ્રશ્રો ઉદભવે છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, અમને જાણ છે કે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવામાં આવવાની નથી. પરંતુ ભવિષ્યમાં જો રિલીઝ કરવાની યોજના કરવામાં આવશે તો અમે તેમનો વિરોધ કરશું અને પ્રતિબંધ મુકવાની માંગણી કરશું.