Get The App

સસ્તામાં મ્હાડાના ફલેટના બહાને 11 લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
સસ્તામાં મ્હાડાના ફલેટના બહાને 11 લોકો પાસેથી પૈસા પડાવી  છેતરપિંડી 1 - image

બે વર્ષ સુધી પૈસા લેવાયાઃ  પીડિતોની સંખ્યા વધુ હોવાની આશંકા

પીડિતોના દસ્તાવેજોના આધારે બેન્ક ખાતાં ખોલાવી તેમાંથી મોટી રકમના વ્યવહારો  કરાયા

મુંબઈ -    થાણે જિલ્લાના ઉલ્હાસ નગરમાં ૧૧ રહેવાસીઓને સરકારી યોજના હેઠળ ઓછા ખર્ચે ઘર આપવાનું વચન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી અને મોટા નાણાકીય વ્યવહારો માટે બેંક ખાતા ખોલવા  તેમના બનાવટી ઓળખ પત્રો બનાવવામાં આવ્યા હતા. આ આ બાબતની વિગતો બહાર આવતા જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.  થાણ ેઉલ્હાસનગરની એક ૫૪ વર્ષીય મહિલા, જે આ કેસમાં ફરિયાદી છે, તેણે આરોપ લગાવ્યો હતો કે આરોપીએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) યોજના હેઠળ રાહતના દરે ઘર આપવાનું વચન આપીને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો.

આરોપીઓએ ફરિયાદી અને અન્ય લોકોને ઓછી કિંમતે મ્હાડાના ફ્લેટ મેળવવા માટે લલચાવ્યા હતા અને છેલ્લા બે વર્ષમાં તેમની પાસેથી પૈસા વસૂલ્યા હતા. આ બાબતે ઉલ્હાસનગર-હિલ લાઇન પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ સિમ કાર્ડ મેળવવા, ઈમેલ આઈડી બનાવવા અને બેંક ખાતા ખોલવા માટે તેમની વ્યક્તિગત વિગતોનો પણ દુરુપયોગ કર્યો હતો.

આરોપીઓએ ૧૧ પીડિતો પાસેથી પ્રત્યેકે પાંચ  હજાર રૃપિયા લીધા હતા, અને કુલ ૫૫,૦૦૦ રૃપિયા ભેગા થયા હતા. તેમણે પીડિતોના ઓળખપત્રોનો ઉપયોગ કરીને તેમના નામે ખોલવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા મોટા નાણાકીય વ્યવહારો કર્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

તેઓએ બનાવટી સહીઓ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને કંપનીઓ અને બિલ્ડરોના વિવિધ બેંક ખાતાઓમાં ભંડોળ ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે, જેનાથી પીડિતો સાથે છેતરપિંડી થઈ અને તેમનો વિશ્વાસ ભંગ થયો હતો તેમ, અધિકારીએ જણાવ્યું હતું.

શનિવારે મહિલાની ફરિયાદ બાદ, પોલીસે છેતરપિંડી અને બનાવટ સંબંધિત જોગવાઈઓ હેઠળ ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંઘ્યો હતો.પોલીસને શંકા છે કે વધુ વ્યક્તિઓ સાથે છેતરપિંડી થઈ હશે અને તેમણે લોકોને ચુકવણી કરતા પહેલા સરકારી આવાસ યોજનાઓ સંબંધિત દાવાઓની ચકાસણી કરવા વિનંતી કરી હતી.