Get The App

ડેટા પ્રોટેકશન બોર્ડના અધિકારીના સ્વાંગમાં સવા કરોડની છેતરપિંડી

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
ડેટા પ્રોટેકશન બોર્ડના અધિકારીના સ્વાંગમાં  સવા કરોડની છેતરપિંડી 1 - image

થાણે ના બે વૃદ્ધો સાથે છેતરપિંડીના બનાવ

મની લોન્ડરિંગ કરવાનો આરોપ કરી ધમકી આપીઃ અન્ય કેસમાં આકર્ષક વળતરની લાલચે એક કરોડની ઠગાઈ 

મુંબઇ  -  થાણેમાં નૌપાડામાં ૬૪ વર્ષીય બિઝનેસમેન સાથે ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયા અને નાશિક પોલીસ કર્મચારીના  સ્વાંગમાં ફોન કરી સાયબર ગેંગે રૃા.૧.૨૫ કરોડની છેતરપિંડી કરી હતી, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.  થાણે

નૌપાડા પોલીસ સ્ટેશનના ઓફિસરે કહ્યું હતું કે ફરિયાદીને ૧૧ નવેમ્બરથી ૩ ડિસેમ્બર દરમિયાન ફોન કરીને ધમકાવીને પૈસા પડાવવામાં આવ્યા હતા.

ખાર વિસ્તારમાં રહેતા ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયાના રાજેશ કુમાર ચૌધરી  તરીકે ઓલખ આપી એક વ્યક્તિએ બિઝનેસમેનને ફોન કર્યોહતો. તેણે વૃદ્ધને કહ્યું હતું કે તેમના નામે નાસિકમાં એક સિમકાર્ડ ગેરકાયદેસર રીતે ખરીદી એનો ઉપયોગ  લોકોને ધમકાવવા માટે કરવામાં આવે છે. આ મામલે પંચવટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

સાયબર ગુનેગારોએ બિઝનેસમેનને નાસિકના પોલીસ કર્મચારી તરીકે ફોન કર્યો હતો તેણે ફરિયાદીને કહ્યું કે નાશિકમાં તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક બેન્ક ખાતું ખોલવામાં આવ્યું છે આ ખાતાનો ઉપયોગ મોટાપાયે ગેરકાયદેસર નાણા વ્યવહારો અને મની લોન્ડરિંગ માટે થઇ રહ્યો ચે આ માટે બિઝનેસમેન સામે નેશનલ સિક્યુરીટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનો આરોપીઓ દાવો કર્યો હતો. સાયબર ગેંગે વૃદ્ધને ધમકી આપી બેન્કના જુદા જુદા ખાતામાં રૃા.૧.૨૫ કરોડ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું.  થાણેની જ અન્ય એક ઘટનામાંં ૭૮ વર્ષીય વૃદ્ધાને આકર્ષક વળતરના વચનો આપીને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ રેકેટમાં રૃા.૧.૦૬ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. એમ પોલીસે શનિવારે જણાવ્યુ ંહતું.

રાબોડી પોલીસે  કહ્યું હતું કે આરોપીએ આ વરિષ્ઠ નાગરિકને એક વોટ્સએપ ગુ્રપમાં સામેલ કર્યા હતા. બાદમાં ઉંચા વળતરની ખાતરી આપી રોકાણ માટે બીજા ગુ્રપમાં જોડાવાની લાલચ આપી હતી.