Get The App

ડ્રગ કેસમાં એક્ટર દિલીપ તાહિલના પુત્ર ધુ્રવ સામેના ચાર આરોપો રદ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
ડ્રગ કેસમાં એક્ટર દિલીપ તાહિલના પુત્ર ધુ્રવ સામેના ચાર આરોપો રદ 1 - image


2019 થી 2025 વચ્ચે 15 વાર ડ્રગ ખરીદ્યું હતું

નાની માત્રામાં ડ્રગ ખરીદી કરી હતી  નાર્કોટિક્સ સેલે આર્તિક મદદ, ડ્રગ ટ્રાફિકિંગના આરોપો લગાવવ્યા હતા

મુંબઈ -  અભિનેતા દિલીપ તાહિલના પુત્ર ધુ્રવ તાહિલ (૩૪)ને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપીને તેની સામે નાર્કોટિક્ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના ચાર ગંભીર આરોપોને રદ કર્યા હતા. આરોપો મુંબઈ પોલીસની એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)એ તેની સામે લગાવ્યા હતા.

ડ્રગ ટ્રાફિકિંગ, કાવતરું અને ગેરકાયદે ડ્રગ વ્યવહારને આર્થિક મદદ કરવા સંબંધી ગંભીર આરોપો ખોટી રીતે લાગુ કર્યા હોવાનું ન્યા. મિલિંદ જાધવે જણાવ્યું હતું. કોર્ટે નોંધ કરી હતી કે ૧૮ મહિના દરમ્યાન કથિત ડ્રગ ખરીદીના એકથી વધુ આરોપોને સાથે જોડવાના એનસીએ લીધેલા નિર્ણય પરથી આરોપો લાગુ કરાયા હતા જે કાયદાની રુએ અયોગ્ય છે.

આ કેસ મે ૨૦૨૧નો છે જ્યારે બાંદરાના એએનસી યુનિટે બાંદરા પૂર્વમાં એચડીઆઈએલ ટાવર પાસે મુઝમ્મીલ શેખ નામના માણસની ધરપકડ કરી હતી. પોલીસે આરોપ કર્યો હતો કે તેની પાસેથી ૩૫ ગ્રામ મેફેડ્રોન મળ્યું હતું. તેના ફોનની તપાસ કરતાં જણાયું હતું કે તે ધુ્રવ તાહિલ સહિતની વિવિધ વ્યક્તિઓને ડ્રગ્સ નાની માત્રામાં સપ્લાય કરતો હતો.

જુલાઈ ૨૦૧૯ અને જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન ધુ્રવે ૧૫ જુદા જુદા વ્યવહારમાં ૪૪ ગ્રામ એમડી ખરીદ્યું હતું જેની કિંમત ૨૪,૭૦૦ હતી. આથી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. મધ્યમ પ્રમાણમાં ડ્રગ્સ ધરાવવું, ગેરકાયદે વ્યવહારને આર્થિક મદદ કરવી અને કાવતરું ઘડવું એ કલમો અનુસાર ૧૦થી ૨૦ વર્ષની જેલ થાય છે.

ધુ્રવે આરોપોને પડકાર્યો હતો પણ એનડીપીએસ કોર્ટે અરજી ફગાવી હતી. બાદમાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી.  દલીલમાં જણાવ્યું હતું કે પોલીસે વિવિધ વ્યવહારોને એક કરીને કુલ માત્રાનો હિસાબ કર્યો છે. આરોપો સાચા હોય તો પણ તેની સામે નાની માત્રામાં વ્યવહાર કર્યાનો આરોપ લાગી શકે છે જેની સજા માત્ર એક વર્ષ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.


Tags :