વસઈ-વિરારના માજી મ્યુ. કમિશનરે ગેન્ગ બનાવી ભરપૂર લાંચ ખાધીઃઈડી
પવાર, રેડ્ડી સહિત ચારને ૨૦ ઓગસ્ટ સુધી ઈડી કસ્ટડી
બે બિલ્ડરો અને ટાઉન પ્લાનર સાથે મળીને ટોળકી બનાવી ેબાંધકામ પરવાનગીઓ માટે લૂંટ મચાવ્યાનો આરોપ
મુંબઈ - મની લોન્ડરિંગના કેસમાં પકડાયેલા વસઈ-વિરારના માજી કમિશનર અનિલ પવારે ગેરકાયદે બાંધકામ સામે પગલાં નહીં લેવા અને આંખ આડા કાન કરવા બદલ ધરખમ રકમ લાંચ પેટે લીધી હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિશેષ કોર્ટને જણાવ્યું હતું.
પવારે અખત્યાર સંભાળ્યા બાદ તરત જ ત્રણ વર્ષ પૂર્વે વરિષ્ઠ અધિકારીઓ અને જુનીયર ઈજનેરો તથા અન્યોની એક ટોળકી બનાવી હતી અ ને બાંધકામ માટે પરવાનગી આપવાની બદલીમાં જંગી કમિશન લેતો હોવાનો આરોપ કરાયો હતો. પવાર અને બે બિલ્ડરો સહિત અન્ય ત્રણની ઈડીએ ધરપકડ કરતાં ૨૦ ઓગસ્ટ સુધી કસ્ટડી આપવામાં આવી છે.
તપાસ એજન્સીએ આરોપ કર્યો હતો કે સમયાંતરે ૪૧ ઈમારતો ખાનગી અને સરાકરી જમીન પર બાંધવામાં આવી હતી. આ જમીન સ્યુરેજ ટ્રીટમેનટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે આરક્ષીત હતી.
ગુનાની રકમના લાભાર્થીઓને શોધવાના બાકી છે અને ખરીદાયેલી મિલકત શોધવાની બાકી હોવાનું એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું.
આરોપી બિલ્ડરો સીતારામ અને અરુણ ગુપ્તા ગેરકાયદે જમીન પ્રાપ્ત કરીને બાંધકામ કરવા પાછળ મુખ્ય આરોપીઓ હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.
ડ્રાીવરો, રિક્ષા ચાલકો અને કર્મચારીઓના નામે રજિસ્ટર્ડ થયેલી શેલ બિલ્ડર કંપનીઓ અને ડમી માલિકોનો ઉપયોગ કરીને કાનૂનની તપાસમાંથી રક્ષણ આપતો હતો. બનાવટી દસ્તાવેજો અને ટેક્સ રેગ્યુલેશન મારફત કાયદેસર અવાક દર્શાવતો હતો. બંને બિલ્ડરો તમામ ભંડોળના લાભાર્થી છે. ટાઉન પ્લાન્ર રેડ્ડીએ પગલાં નહીં ભરવા બદલ જંગી લાંચ લીધી હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.