Get The App

2011 ના પોલીસ હુમલા કેસમાં શિવસેનાના ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉત નિર્દોષ જાહેર

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
2011 ના પોલીસ હુમલા કેસમાં શિવસેનાના ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉત નિર્દોષ જાહેર 1 - image


નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુતળા સળગાવવાનો પ્રયાસ  

એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ, ધરપકડની તારીખોમાં, પુરાવામાં તથા અન્ય આંતરિક વિસંગતતાઓને ધ્યાનમાં લેવાઈ

મુંબઈ -  અહીંની એક વિશેષ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના નેતા વિશાખા રાઉત અને કાર્યકર માધુરી માંજરેકરને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના ૧૪ વર્ષ જૂના કેસમાંથી મુક્ત કર્યા છે.

બીજી ડિસેમ્બરના રોજ સાંસદો-ધારાસભ્યોના કેસના વિશેષ ન્યાયાધીશ સત્યનારાયણ નાવંડે દ્વારા આ બંનેને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આ ઘટના ૩ જૂન, ૨૦૧૧ ના રોજ બની હતી જ્યારે તત્કાલીન અવિભાજિત શિવસેનાની મહિલા પાંખે દાદરમાં શિવસેના ભવન અને શિવાજી નાટય મંદિર પાસે વિરોધ કૂચનું આયોજન કર્યું હતું.

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે આંદોલન દરમિયાન, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતી વખતે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુતળા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ફોટા પ્રદશત કર્યા હતા. પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) મુજબ, જ્યારે પોલીસે ફોટોગ્રાફ્સ કબજે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપી થઈ હતી.

ફરિયાદી હેડ કોન્સ્ટેબલ સુનિતા જાધવે આરોપ લગાવ્યો કે રાઉતે તેમનો કોલર પકડીને હુમલો  કર્યો  અને અન્ય કાર્યકરો સાથે મળીને પોલીસ કર્મચારીઓ પર હુમલો  કર્યો હતો.

શુક્રવારે ઉપલબ્ધ કરાયેલા આદેશમાં કોર્ટે એફઆઈઆર દાખલ કરવામાં એક દિવસનો વિલંબ, ધરપકડની તારીખોમાં અસંગતતા અને ફરિયાદ પક્ષના પુરાવામાં અન્ય આંતરિક વિસંગતતાઓ પર પ્રકાશ પાડયો હતો જેણે સમગ્ર કેસને શંકાસ્પદ બનાવ્યો હતો.

જોકે બચાવ પક્ષે ફરિયાદી ફરજ પર હોવાનો વિવાદ કર્યો નથી, પરંતુ મુખ્ય ઘટક - આરોપી દ્વારા વાસ્તવિક હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ વિશ્વસનીય, મજબૂત અથવા પુષ્ટિ પામેલા પુરાવા દ્વારા સાબિત થતો નથી, કોર્ટે જણાવ્યું હતું.  પુરાવાના અભાવે, આરોપ ટકી શકતો નથી અને પરિણામે તે નિષ્ફળ જવો જોઈએ,એમઆરોપીને નિર્દોેષ જાહેર કરતી વખતે કોર્ટે કહ્યું હતું.


Tags :