Mumbai

ચેક બાઉન્સિંગના કેસમાં માજી નગરસેવકને 3 વર્ષની કેદની સજા

By GS TEAM
27 Dec 20252 mins read
ચેક બાઉન્સિંગના કેસમાં માજી નગરસેવકને 3 વર્ષની કેદની સજા

ઉછીના લીધેલા પૈસા ના બદલામાં આપેલો ચેક પાછો ફર્યો

ફરિયાદીનું ન્યાયની રાહમાં મૃત્યુ થયું , બાદમાં પરિવારે કેસ આગળ ચલાવ્યો

મુંબઈ-થાણેની કોર્ટે ચેક બાઉન્સિંગના કેસમાં માજી નગરસેવકને ત્રણ મહિનાની જેલ અને રૃ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે આરોપીએ ધરખમ આર્થિક નુકસાન કરાવ્યું છે.

કલ્યાણ કોર્ટના પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ શેખે શિવસેનાના માજી નગરસવેક કાશિફ ઈમામુદ્દીન ટાંકીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યા હતા.

કોર્ટે આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ ત્રણ મહિનાની સાદી જેલ ભોગવવી પડશે.

ફરિયાદી સાદીકુઝમા દાઉદ ખાન રેલવે ખાતાના નિવૃત્ત કર્મચારી છે અને કલ્યાણના રહેવાસી છે તેઓ ૨૦૦૫ની પાલિકા ચૂંટણીથી ઓળખે છે અને ૨૦૨૨માં ટાંકીએ રૃ. ૨.૩૮ લાખની લોન માગી હતી અને છ મહિનામાં પૈસા પાછા આપવાની ખાતરી આપી હતી. ખાને રોકડ અને ચેકમાં રકમ આપી હતી અને ઓગસ્ટ ૨૦૨૨માં ટાંકીએ દેવું ચૂકવવા ચેક આપ્યો હતો. જોકે ખાતું બંધ હોવાની નોંધ સાથે ચેક પાછો આવ્યો હતો.

કાનૂની નોટિસો આપવા છતાં ટાંકીએ રકમ આપી નહોવાથી ખાને કલ્યાણ કોર્ટમાં કેસ કર્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન ખાનના મૃત્યુ બાદ તેના પરિવારે કેસ ચાલુ રાખ્યો હતો. ટાંચીએ બચાવમાં દાવો કર્યો હતો કે માજી નગરસેવકે ૨૦૧૮માં ૫૦ હજાર ઉધાર લીધા હતા અને રકમ ચૂકતે કરી દીધી હતી અને ફરિયાદીએ એ વખતે આપેલો કોરો ચેક બતાવીને વધારાની રકમ માગી છે.

બંને તરફની દલીલ સાંભળીને કોર્ટે નોંધ કરી હતી કે આરોપીએ મોટું નુકસાન કરાવ્યું છે અને ફરિયાદીને તેની રકમથી વંચિત રાખ્યો છે.