Mumbai

માજી મુખ્ય સચિવ સુજાતા સૌનિકે કોર્ટની માફી માગતાં વોરંટ પર સ્ટે

By GS TEAM
1 Nov 20252 mins read
માજી મુખ્ય સચિવ  સુજાતા સૌનિકે   કોર્ટની માફી માગતાં વોરંટ પર સ્ટે

શિક્ષક પગાર વધારા બાબતે કોર્ટનાં અવમાનનો કેસ

કોર્ટમાં હાજર રહેવા ખાતરી આપીઃ પોતે નિવૃત્ત થઈ ચૂક્યાં હોવાથી હવે અનુગામીની જવાબદારી છે તેમ માની લીધું હતું

મુંબઈમુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુજાતા સૌનિકની બિનશરતી માફી અને આ મહિનાના અંતમાં કોર્ટમાં હાજર રહેવાની ખાતરી સ્વીકાર્યા બાદ તેમની વિરુદ્ધ જારી કરાયેલા જામીનપાત્ર વોરંટના અમલ પર રોક લગાવી દીધી છે.

ન્યાયાધીશ રવિન્દ્ર વી ઘુગે અને અશ્વિન ડી ભોબેની ડિવિઝન બેન્ચ રામ અર્જુનરાવ શેટે અને અનિલ વસંતરાવ પાલંડે અને અનેક શિક્ષકો દ્વારા દાખલ કરાયેલી બે અવમાનના અરજીઓની સુનાવણી કરી રહી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર એવોર્ડ વિજેતા શિક્ષકોને ડબલ ઇન્ક્રીમેન્ટ આપવાના નિર્ણયને લાગુ કરવામાં નિષ્ફળ ગઈ છે. ૨૦૨૨ માં અરજીઓ દાખલ કરવામાં આવી ત્યારે, સૌનિક અધિક મુખ્ય સચિવ (સામાન્ય વહીવટ વિભાગ) તરીકે સેવા આપી રહ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અનેક તકો આપવામાં આવી હોવા છતાંતેમણે આ  આદેશોનું પાલન કર્યું નથી અથવા યોગ્ય જવાબ દાખલ કર્યો નથી, જેના કારણે કોર્ટે આ મહિનાની શરૃઆતમાં જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

સૌનિકે પોતાના વકીલ  દ્વારા ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વોરંટ જારી કરવાના આદેશને પાછો ખેંચવાની માંગણી સાથે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે બિનશરતી માફી માંગી હતી, અને  જણાવ્યુંં હતું કે તેમની ટ્રાન્સફર અને આખરે નિવૃત્તિ પછી તેમણે આ કેસમાં તેમની ભૂમિકાનુ ંખોટું અર્થઘટન કર્યું હતું.

વકીલે  રજૂઆત કરી હતી કે સૌનિકે ફબુ્રઆરી ૨૦૧૪ માં જ એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કોર્ટને તેમના પદ પરથી ટ્રાન્સફરની જાણ કરવામાં આવી હતી અને તિરસ્કારની કાર્યવાહીમાંથી દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમના અનુગામી વી રાધાએ પણ ૨૦૧૫ માં બિનશરતી માફી માંગી હતી.

આમ છતાંગત પાંચમી ઓગસ્ટના રોજ, હાઈકોર્ટના બેલિફે સૌનિકના નિવાસસ્થાને નોટિસ બજાવવાનો પ્રયાસ કર્યોે હતો. સૌનિક, જે તે સમયે નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તેમણે બેલિફને કહ્યું હતું કે નોટિસ હાલમાં આ પદ સંભાળતા અધિકારીને સંબોધિત કરવી જોઈએ.

વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટને એવી ભ્રમણા હતી કે તેમને હવે કેસમાં ભાગ લેવાની જરૃર નથી.  કોર્ટના અધિકારનો અનાદર કરવાનો કે તેની પ્રક્રિયામાં અવરો ઊભો કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો,એમ તેમના વકીલે ે કહ્યું અને સૌનિકે કોઈપણ અસુવિધા માટે માફી માંગી હતી. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તઓ ી સમક્ષ હાજર થશે તેવી સ્પષ્ટતા અને ખાતરીની નોંધ લેતા, બેન્ચે  તેમના  સામે જારી કરાયેલ જામીનપાત્ર વોરંટ પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. ૧૯૮૭ બેચના આઈએએસ અધિકારી સુજાતા સૌનિક ૩૦ જૂન, ૨૦૨૪ ના રોજ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યા હતા. સુનાવણી દરમિયાન તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ મામલો હવે આ મહિનાના અંતમાં આગળની કાર્યવાહી માટે લેવામાં આવશે.