Get The App

ન્યૂ યર પાર્ટીઓ પહેલાં 1.82 કરોડનો વિદેશી દારુ જપ્ત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ન્યૂ યર પાર્ટીઓ પહેલાં 1.82 કરોડનો વિદેશી દારુ જપ્ત 1 - image


મુંબઇ  -  મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગ દ્વારા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં  આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન નવી મુંબઇમાં રૃા.૧૮૨ કરોડથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૃ જપ્ત કરવામાં આવ્યો હતો.

થાણ ે સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેટ એક્સાઇઝ પ્રવીણ તાંબેએ જણાવ્યુ ંહતું કે નવી મુંબઇના  મહાપેથી થાણે રોડ પર ૧૫ ડિસેમ્બરમાં  સોશિયલ પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે માહિતીના આધારે એક વાહનને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. આ વાહનમાંથી ગોવામાં બનેલા વિદેશી દારૃના ૧,૫૫૦ બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ વાહનના ડ્રાઇવર ભગીરથરામ હીરારામ ગોદારાને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. પછી કેસ નોંધી તેની ધરપકડ કરાઇ  હતી.


Tags :