FPIના ભારતીય બજારો પર વિશ્વાસમાં ઘટાડો
2025માં રેકોર્ડ રૂ. 1.66 લાખ કરોડના વેચાણ બાદ 2026ના પહેલા મહિનામાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો
૨૦૨૫માં નોંધાયેલી રૂ. ૧.૬૬ લાખ કરોડની રેકોર્ડ વેચવાલી બાદ જાન્યુઆરી ૨૦૨૬માં પણ નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાણકારોના મતે, વિદેશી રોકાણકારોના વેચાણ પાછળ અનેક કારણો છે. ડોલરમાં મજબૂતાઈ, યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો, વૈશ્વિક વેપાર તણાવ અને યુએસ ટેરિફમાં વધારો થવાની શક્યતાએ ઊભરતા બજારોને ઓછા આકર્ષક બનાવ્યા છે. ૨૦૨૫ દરમિયાન ડોલર સામે રૂપિયામાં લગભગ ૫ ટકાનો ઘટાડો થયો હતો. થોડા સમય પહેલા જ ડોલર રૂ. ૯૦.૪૪એ પહોંચ્યો હતો.
જ્યારે, વિદેશી મૂડી બહાર જાય છે ત્યારે, ચલણ પર દબાણ જોવા મળે છે. ૨૦૨૫માં એઆઈ આધારિત ટ્રેડિંગ ટ્રેન્ડ્સ જોવા મળી હતી. જે ૨૦૨૬માં પણ યથાવત રહી હોવાનું એક્સપર્ટ કહી રહ્યાં છે.


