શિર્ડી દર્શન કરી આવી રહેલા ભક્તોની કારનો અકસ્માત: પાંચ જણના મોત
- મૃતકના મીરારોડના રહેવાસીનો સમાવેશ નાશિકમાં કાર અને બસની અથડામણ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 10 નવેમ્બર 2018, શનિવાર
નાશિકમાં સિન્નર-શિર્ડી રોડ પર ખાનગી બસ અને કારની અથડામણ થતા પાંચ જણના મોત નિપજ્યાં હતા. મૃતક શિર્ડી સાઈબાબા મંદિરે દર્શન કરીને પાછા આવી રહ્યા હોવાનું કહેવાય છે. બીજી તરફ રત્નાગિરીમાં પણ કાર અકસ્માતમાં બે જણના મોત થયા હતા.
મીરારોડમાં રહેતા ૨૮ ભક્ત જુદી જુદી ગાડીમાં શિર્ડી દર્શન માટે ગયા હતા. શિર્ડીથી તેઓ કારમાં સિન્નર તરફ આવી રહ્યા હતા. ત્યારે આજે સાંજે દેવપૂર ફાટા પાસે કાર અને ખાનગી બસની અથડામણ થઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ જણનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે જણે હોસ્પિટલમાં લઈ જતી વખતે જીવ ગુમાવ્યો હતો.
અકસ્માત બાદ વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો.