Get The App

અંધેરીમાં 18 માળની બિલ્ડીંગમાં આગ - 27 રહેવાસીઓને બચાવાયા

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
અંધેરીમાં 18 માળની બિલ્ડીંગમાં આગ - 27 રહેવાસીઓને બચાવાયા 1 - image

ફાયરબ્રિગેડે અઢી કલાકે આગ પર કાબૂ મેળવ્યો એક મહિલાને ગુંગળામણ

મુંબઈ -  અંધેરી (પશ્ચિમ)માં આજે ૧૮ માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી.ત આગમાં બિલ્ડિંગમાં ફસાઇ ગયેલા અંદાજે ૨૭ રહેવાસીને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ એખ મહિલાની ગુંગળામણને લીધે તબીયત લથડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અંધેરી (પશ્ચિમ)માં સ્થિત સબવેની સામે એસવી રોડ પર ચાંદીવાલા પર્લ રિજન્સી બિલ્ડીંગમાં પહેલા માળાથી ચોથા મ ાળે આળેલા ઇલેક્ટ્રિક ડકટમાં આજે બપોરે ૨.૧૦ વાગ્યે આગ ભભૂકી હતી. બાદમાં આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. જેના કારણે બિલ્ડીંગમાં ધુમાડા ફેલાઇ ગયા હતા.

બિલ્ડિંગમાં રહેવાસીઓને ગભરાટ ફેલાઇ ગયો હતો. આ બનાવની જાણ થતા અગ્નિશામક દળની ટીમ આઠ ફાયર  એન્જિન, ચાર જમ્બો વોટર ટેન્કર અને અન્ય વાહનો સાથે આગ  બુઝાવવા પહોંચી ગઇ હતી. મુંબઇ પોલીસ, વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ, બીએણસીના કર્મચારીઓ, ઘટનાસ્થળે ધસી ગયા હતા. ફાયરબ્રિગેડની મદદથી અંદાજે ૨૭ લોકોને સુરક્ષિતપણે  બિલ્ડીંગમાંથી બચાવવામાં આવ્યા હતા. એમાં મહિલાનો સમાવેશ છે. ઘૂમરામણને કારણે એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી તેની તબીયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવ ામાં આવી હતી તેની સારવાર ચાલી રહી હતી.

શોર્ટ સર્કિટ કે અન્ય કયા કારણથી આગ લાગી એની તપાસ ચાલી રહી છે.  ફાયરબ્રિગેડે અંદાજે ૪.૩૫ વાગ્યે આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. બાદમાં લોકોએ રાહત અનુભવી હતી.