કબૂતરોને દાણા નાખનારા સામે હવે એફઆઈઆર નોંધી શકાશે
જાહેર આરોગ્ય માટે જોખમ હોવાથી હાઇકોર્ટે મંજૂરી આપી
મનાઈ છતાં લોકો કબૂતરખાનોણાં કબૂતરોને દાણા ખવડાવી રહ્યા હોવાની નોંધ
મુંબઈ - કબૂતરોના ટોળાને ચણ નાખવાનું જાહેર ઉપદ્રવ સમાન છે અને લોકોના આરોગ્ય માટે જોખમી છે તેવું બોમ્બે હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું. કબૂતરોને ચણ નાખતા લોકો સામે એફઆઇઆર નોંધવા બોમ્બે હાઇકોર્ટે બીએસીને નિર્દેશ આપ્યા હતા.
પ્રાણીપ્રેમીઓના એક જૂથે કરેલી પીટિશન પર બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરિફ ડોક્ટરની બેન્ચ સુનાવણી કરી રહી હતી. તમામ વયના લોકો માટે આરોગ્યનું ગંભીર જોખમ સર્જાય છે અને આ જાહેર આરોગ્યનો મુદ્દો છે તેવું અવલોકન બેન્ચે કહ્યું હતું. મુંબઈમાના વર્ષો જૂના હેરિટેજ કબૂતરાખાનાઓનું ડિમોલિશન નહીં કરવા બોમ્બે હાઇકોર્ટે બીએમસીને થોડા દિવસ અગાઉ નિર્દેશ આપ્યા હતા. કબૂતરખાનાઓમાં પક્ષીઓને દાણા નાખવાની છૂટ આપી નહીં શકાય તેવું બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું. પરવાનગી આપવાની મનાઈ કરવામાં આવી હોવા છતાં લોકો કબૂતરખાનોણાં કબૂતરોને દાણા ખવડાવી રહ્યા છે, તેવું એવલોકન કોર્ટે બુધવારે કહ્યું હતું.
બેન્ચે કહ્યું કે 'અમારા અગાઉના આદેશનું ઉલ્લંધન કરીને અને બીએમસીના કર્મચારીઓને તેમની ફરજ બજાવવામાંથી રોકવાના કૃત્યો કરનારાઓ કાયદા માટે સન્માન ધરાવતા નથી. તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. 'એમસીજીએમ (મ્યુનિસપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ) દ્વારા આપવામાં આવેલા નિર્દેશોની વિરુદ્ધ જઈને જે કબૂતરોને ખવડાવે છે તેમની સામે અદાલતી કાર્યવાહી કરવા અમે મહાનગરપાલિકાને પરવાનગી આપી રહ્યા છે. આવા કૃત્યો જાહેર ત્રાસ સમાન છે અને રોગો ફેલાઈ શકે છે અને માનવ જીવન જોખમમાં મૂકી શકાય છે.' આવા કૃત્યોથી ત્યાં રહેતા (કબૂતરખાનાઓ પાસે) અથવા જાહેર જનતાને ચેપ ફેલાવાનો/માનવજીવન માટે જોખમી રોગો ફેલાવાનો ભય ઊભો થાય છે. અને વધુમાં જાહેર ઉપદ્રવ થતો હોય છે. તેવું હાઇકોર્ટે ભારપૂર્વક કહ્યું હતું.
શહેરમાંના વિવિધ કબૂતરખાનાઓમાં કબૂતરોના ભેગા થતા અટકાવવા તેમને યોગ્ય લાગે તેવા પગલાં ભરવા હાઇકોર્ટે મહાનગરપાલિકાને નિર્દેશ આપવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે કહ્યું હતું કે કબૂતરખાનાઓમાં કબૂતરો ભેગા થવાથી માનવીના આરોગ્ય સામે જોકમ ઊભું થાય છે અને જાહેર સુરક્ષા એ આજની (સુનાવણીનો) મહત્ત્વનો મુદ્દો છે તેવું હાઇકોર્ટે કહ્યું હતું.
પ્રાણીપ્રેમીઓની અરજીમાં દાવો કરાયો હતો કે કાયદાકીય સમર્થન વગર ત્રીજી જુલાઈથી બીએમસીએ કબૂતરખાનાઓનું ડિમોલિશન શરૃ કર્યું હતું. પ્રાણીપ્રેમીઓએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પીટિશનમાં દાવો કર્યો હતો કે બીએમસીના કૃત્યથી પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ (...........................)નો ભંગ થઈ રહ્યો છે.