Get The App

વિરારમાં 10 માસમાં વાહનચાલકો પાસેથી 9.40 કરોડનો દંડ વસૂલાયો

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
વિરારમાં 10 માસમાં વાહનચાલકો પાસેથી 9.40 કરોડનો દંડ વસૂલાયો 1 - image

આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી

આરટીઓ દ્વારા ૧૯ હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી

મુંબઈ - વિરાર આરટીઓએ એક જાન્યુઆરીથી ત્રીસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ૪૨,૨૫૦ વાહનોની તપાસ કરીને નિયમભંગ કરનારાં  ૧૯,૧૮૨  વાહનો સામે કેસ દાખલ કરીને ૯.૪૦ કરોડનો દંડ વસૂલ્યો છે.

 પાલઘર અને વસઈ-વિરાર વિસ્તારોમાંથી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવે પર લાંબા અંતરની મુસાફરી માટે ખાનગી બસો અને અન્ય મુસાફરોના વાહનોનો ઉપયોગ થાય છે. જો કે, ક્યારેક મુસાફરી કરતા ઘણા ડ્રાઇવરો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. હેલ્મેટ વિના વાહન ચલાવવા, સીટ બેલ્ટ, સ્પીડિંગ, લાઇસન્સ વિના વાહન ચલાવવા, પ્રદૂષણ ફેલાવતા વાહનો વગેરે જેવા ગેરરીતિઓને કારણે હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અકસ્માતો અટકાવવા અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે, વસઈ પરિવહન વિભાગ નિયમિતપણે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર ચાલતા મુસાફરોના વાહનોનું નિરીક્ષણ કરે છે.

 વિરારના આરટીઓએ અતુલ આદેએ કહ્યું હતું કે દારૃ પીને વાહન ચલાવવું, એમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક, પ્રાથમિક સારવાર કીટ સારી સ્થિતિમાં નથી. ઉપરાંત, માન્ય ફિટનેસ પ્રમાણપત્ર, વીમો અને માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર, જાહેર સેવાઓ ચલાવવા માટે જરૃરી બેચ, પીયુસી જેવી બાબતો સામાન્ય ચેકિંગ દરમિયાન તપાસવામાં આવે છે.  ૧૦ માસમાં કયા નિયમભંગ સામે કેટલો દંડ

(૧) હેલ્મેટ વગરઃ  ૬૩૩ કેસ, દંડ ૬ લાખ ૩૩ હજા

(૨) લાલ રિફ્લેક્ટરઃ  ૧૩૦૧ કેસ, દંડ ૧૩ લાખ ૧ હજાર

(૩) ક્ષમતા કરતાં વધુ માલ ઃ ૯૩૬ કેસ, દંડ ૩ કરોડ ૧૮ લાખ ૧ હજાર

૪) ઓટોરિક્ષા ઃ ૨૪૫૧ કેસ, દંડ ૧ કરોડ ૭૧ લાખ ૫૫ હજાર

(૫) ગૌણ ખનીજઃ  ૧૩૪ કેસ, દંડ ૬૪ લાખ ૧૬ હજાર

૬) ધ્વનિ પ્રદૂષણઃ ૫૫૨ કેસ, દંડ ૪ લાખ ૭૧ હજાર

(૭) ગેરકાયદેસર મુસાફરોનું પરિવહનઃ ૩૯૦ કેસ, દંડ ૩૯ લાખ ૧ હજાર

(૮) શાળાના વિદ્યાર્થીઓના વાહના ઃ  ૪૩૫ કેસ, દંડ ૪૭ લાખ ૪૬ હજાર

(૯) મોબાઇલ પર વાત ઃ ૫૬૬ કેસ, દંડ ૬ લાખ ૩૭ હજાર

(૧૦) પીયુસી ઃ ૨૭૬૪ કેસ, દંડ ૧૧ લાખ ૭૮ હજાર

(૧૧) લાઇસન્સ કાર્યવાહીઃ  ૨૫૯૭ કેસ, દંડ ૧ કરોડ ૨૯ લાખ ૮૦ હજાર

(૧૨) યોગ્યતા પ્રમાણપત્રઃ  ૩૪૨૭ કેસ, દંડ ૬૮ લાખ ૫૪ હજાર

(૧૩) વીમા સમાપ્તિ ઃ ૨૯૯૬ કેસ દંડ ૫૯ લાખ ૯૨ હજાર