ફિલ્મ સ્ટાર જીતેન્દ્ર દ્વારા અંધેરીની પ્રોપર્ટીનું 855 કરોડમાં વેચાણ
સરકારને રૃ.૮.૬૯ કરોડની સ્ટેમ્પ ડયુટી મળી
બોલીવૂડના કોઈ કલાકાર દ્વારા તાજેતરના સમયનો સૌથી મોટો પ્રોપર્ટી સોદોઃ ડેટા સેન્ટર કંપની દ્વારા ખરીદી
મુંબઈ - બોલીવૂડના પીઢ અભિનેતા જીતેન્દ્ર કપૂર અને તેમના પરિવારે અંધેરી (વેસ્ટ)માંનો પ્લોટ રૃ.૮૫૫ કરોડમાં વેંચ્યો છે. કુલ ૯,૬૬૪.૬૮ ચોરસ મીટર (અંદાજિત ૨૩૯ એકર ) એરિયા ધરાવતા બે બાજુબાજુના પ્લોટના વેચાણનો સોદો ગત ૨૯મી મેએ નોંધાયો હતો. કોઈ બોલીવૂડ કલાકાર દ્વારા તાજેતરનાં વર્ષોમાં આ સૌથી મોટો પ્રોપર્ટી સોદો હોવાનું મનાય છે. ૪.૯ લાખ ચોરસ ફીટ બિલ્ટઅપ એરિયા ધરાવતા બે પ્લોટ પર ત્રણ બિલ્ડિંગ અને બાલાજી આઈટી પાર્ક બનાવવામાં આવ્યા હતા. એક અગ્રણી ડેટા સેન્ટર કંપની એનટીટીએ આ બે પ્લોટ ખરીદી લીધા છે. જીતેન્દ્ર તથા તેના પરિવારજનોએ તેમની માલિકીની બે કંપનીઓ મારફત આ પ્રોપર્ટી વેચી છે.
જીતેન્દ્રએ વેચેલી જમીનમાંથી રાજ્ય સરકારને રૃ.૮.૬૯ કરોડની સ્ટેમ્પ ડયુટી અને રૃ.૩૦,૦૦૦ની રજિસ્ટ્રેશન ફીઝ મળી છે. અંધેરી (વેસ્ટ) વિસ્તાર અને વર્ષોથી કમર્શિયલ અ ને રેડિડેન્સિયલ હબ તરીકે ધમધમી રહ્યો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે લિન્ક રોડ, એસવી રોડ અને વર્સોવા-અંધેરી ઘાટકોપર મેટ્રો લાઈન દ્વારા મુંબઈના અન્ય હિસ્સાઓ સાથે જેોડાયેલું છે. અહીં આધુનિક ઓફિસ સ્પેસ, લકઝરી રિટેલ સ્ટોર્સ, એન્ટરટેઈન્મેન્ટ હોલ્સ અને પોશ લકઝરી એપાર્ટમેન્ટસ આવેલાં છે.
બોલીવૂડના કલાકારો દ્વારા તાજેતરના સમયમાં શ્રેણીબદ્ધ પ્રોપર્ટી ડીલ્સ થઈ રહી છે. તાજેતરમાં જ બોલીવૂડ એક્ટર જયદીપ અહલાવતે અંધેરીમાં ૧૦ કરોડનો ફલેટ ખરીદ્યો હતો. આ ફલેટ ૧૯૫૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવે છે.
ગત એપ્રિલમાં સિંગર અલકા યાજ્ઞિાક તથા તેની દીકરીએ અંધેરી વેસ્ટરમાં જ ૧૧.૫ કરોડનો ફલેટ ખરીદ્યો હતો. તેમના ફલેટનું ક્ષેત્રફળ ૨૨૯૭ ચોરસ ફૂટ છે.
બોલીવૂડના મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક તથા તેમનાં પત્ની અંજુ મલિકે અગાઉ સાંતાક્રુઝ વેસ્ટમાં તેમના ૧૪.૪૯ કરોડના બે ફલેટ્સનું વેચાણ કર્યું હતું.
તાજેતરના સમયગાળામાં બોલીવૂડમાંથી કાજોલ, સારા અલી ખાન, અમિતાભ બચ્ચન સહિતના કેટલાય કલાકાર ોસંખ્યાબંધ પ્રોપર્ટી સોદા કરી ચૂક્યા છે.