Get The App

મુંબઈની કિલ્લા કોર્ટમાં મહિલા વકીલનું હાર્ટએટેકથી મૃત્યુ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈની કિલ્લા કોર્ટમાં મહિલા વકીલનું હાર્ટએટેકથી મૃત્યુ 1 - image

સીપીઆર આપવાને બદલે લોકોએ વીડિયો રેકોર્ડ કર્યાનો પતિનો આરોપ

એડવોકેટ માલતી પવાર  કેસની નકલ લેવા કોર્ટમાં આવ્યા હતાઃ તબિયત ખરાબ લાગતા બાર રૃમમાં ગયા અને ફસડાઈ પડયા

 મુંબઈ -  એક અનોખી ઘટનામાં મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટ (કિલ્લા કોર્ટ) માં હાજર  એક મહિલા વકીલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું  હતું. આ ઘટના ગુરુવારે બની હતી. આ મહિલા વકીલનું નામ માલતી રમેશ પવાર છે. આ કોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ટમનસ વિસ્તારમાં આવેલી છે. તેમના પતિએ આરોપ લગાવ્યો છે કે માલતી પવારનું મૃત્યુ સમયસર તબીબી સહાયના અભાવે અને કોર્ટમાં મૂળભૂત તબીબી સુવિધાઓના અભાવે થયું છે. તેઓ ૫૯ વર્ષના હતા. માલતી પવાર ફેમિલી કોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને અન્ય સ્થાનિક કોર્ટમાં સિનિયર એડવોકેટ અને મધ્યસ્થી તરીકે કામ કરતા હતા.

આ બધું ફોર્ટ કોર્ટમાં થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે માલતીને અસ્વસ્થતા અનુભવાતાં કોર્ટમાં જ મુશ્કેલી શરૃ થઈ ગઈ હતી. તે સમયે ત્યાં હાજર લોકો મૂક  પ્રેક્ષક બની રહ્યા હતા.  જોકે, તેમણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ન હતી. પરિણામે, તેનું કોર્ટમાં જ મૃત્યુ થયું. માલતી પવાર એક કેસની નકલ લેવા કોર્ટમાં  આવ્યાં હતાં.   તેમને  અસ્વસ્થતા અનુભવાતાં, તે બાર રૃમમાં ગયા હતા. માલતી હાર્ટ એટેકને કારણે પડી ગયા પછી, ત્યાં હાજર કોઈએ તેને સીપીઆર આપ્યું નહીં. તેનાથી વિપરીત, લોકો વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા, તેના પતિ રમેશનો આરોપ છે.

માલતીને બાર રૃમમાં જ હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ કેસમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 મને સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે મારી પત્નીને કામા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હું ત્યાં પહોંચું તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે હું કામા હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મારી પત્નીનો મૃતદેહ સ્ટ્રેચર પર હતો. બેગ તેની બાજુમાં હતી. તેની સાથે એક પણ સાથીદાર નહોતો,એમ રમેશ પવારે શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પછી, વકીલ સુનીલ પાંડેએ એક પત્ર લખીને માંગ કરી છે કે મુંબઈની તમામ કોર્ટમાં વકીલો માટે કટોકટી તબીબી અને પ્રાથમિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.