Get The App

વસઈ વિરારમાં ફોટોવાળી મતદાર યાદી માટે સવા 2 લાખ રુપિયા ફી

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
વસઈ વિરારમાં ફોટોવાળી મતદાર યાદી માટે સવા 2 લાખ રુપિયા ફી 1 - image

ચૂંટણી તૈયારી કરતા કાર્યકરો માટે આર્થિક ભારણ

ફોટાવાળી મતદાર યાદી ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહિઃ વિના મૂલ્યે આપવાની રાજકીય પક્ષોની માગણી

મુંબઈ - વસઈ-વિરાર મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ઇચ્છુક કાર્યકરોએ કામ શરૃ કરી દીધું છે. બધી મહાનગરપાલિકાઓએ ડ્રાફ્ટ મતદાર યાદીઓ પ્રકાશિત કરી છે. મતદારોના નામોની સરળ યાદીઓ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જો કે, ફોટોગ્રાફ્સવાળી મતદાર યાદીઓ મેળવવા માટે ફી ચૂકવવી પડશે. આ કારણે, ઇચ્છુક ઉમેદવારો પર આર્થિક ભારણ આવ્યું છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૧ લાખ મતદારો હોવાથી, આ યાદીઓ મેળવવા માટે તેમને સીધા સવા બે લાખ રૃપિયા ચૂકવવા પડશે.

હાલમાં, બધી મહાનગરપાલિકાઓએ વોર્ડ પ્રમાણે મતદાર યાદીઓ પ્રકાશિત કરી છે. વાંધા અને સૂચનો પછી, અંતિમ યાદી ૯ ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. તેથી, રાજકીય પક્ષો આ યાદીઓ મેળવવા માટે દોડાદોડ કરી રહ્યા છે. મહાનગરપાલિકાએ બે પ્રકારની યાદીઓ પ્રકાશિત કરી છે. મહાનગરપાલિકાની વેબસાઇટ પર ફક્ત મતદારોના નામોની યાદી ઉપલબ્ધ છે. જે નિથશુલ્કમાં ડાઉનલોડ કરી શકાય છે. બીજી યાદી મતદારોના ફોટોવાળી છે. જો કે, ફોટોગ્રાફ્સવાળી મતદાર યાદી માટે ફી ચૂકવવી પડશે. એક કાગળ પર ફોટોગ્રાફ્સવાળા મતદારોના માત્ર ૧૦ નામ છે. આ માટે બે  રૃપિયા ફી લેવામાં આવી રહી છે. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧૧ લાખ ૨૭ હજાર ૬૪૦ મતદારો છે. એથી એક કાગળ પર માત્ર ૧૦ મતદારોના નામ હોવાથી, સંપૂર્ણ યાદી મેળવવા માટે સીધા ૨, ૨૫ ,૫૨૮ રૃપિયા ચૂકવવા પડશે. જ્યારે વોર્ડ પ્રમાણે ફોટોગ્રાફ્સની યાદી મેળવવા માટે ૭ થી ૧૦ હજાર રૃપિયા ચાર્જ લેવામાં આવી રહ્યા છે.

આ બાબતે રાજકીય પક્ષના કાર્યકરોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. મતદારોને નામથી ઓળખી શકાતા નથી. આ માટે ફોટોગ્રાફ્સવાળી યાદી જરૃરી છે. તેથી, વસઈ-વિરાર અનેક રાજકીય પક્ષો દ્વારા માંગ કરી છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન ફોટોગ્રાફ્સવાળી યાદી મફતમાં ઉપલબ્ધ કરાવે.

જ્યારે કે, જો ફોટોગ્રાફ્સવાળી યાદી વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશને ફેરફાર થવાનો ભય વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ પ્રવક્તા (ચૂંટણી) સ્વાતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની સૂચનાને કારણે ફોટોગ્રાફ્સવાળી મતદાર યાદી વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી નથી.