બી.એમ.સી.ની ચૂંટણીના મતદાન ઓછું થવાની શક્યતા
ગુરૃવારે મતદાન, શુક્રવારની રજા મૂકીને શનિવાર અને રવિવારની રજા લઈ ૪ દિવસનાં મિની વેકેશનનો અવકાશ
મુંબઈ - આગામી ચૂંટણી મહાનગર પાલિકાની ૨૦૨૫-૨૬ની (બી.એમ.સી.) ચૂંટણીનાં પ્રચારે વેગ પકડયો છે. લોકો વધુને વધુ મતદાન કરે તેવી અપીલો પણ કરાયા છે. પરંતુ ચૂંટણીના મતદાનનું માળખુ એવું ગોઠવાયું છે કે ૧૫મી જાન્યુઆરીએ મતદાનને ગુરૃવાર છે. મકરસંક્રાંતિ અને વીક એન્ડ આવતું હોવાથી કેટલાક લોકો બહારગામ તથા હવાખાવાના સ્થળે ફરવા જશે. આથી મતદાન ઓછું થવાની શક્યતા છે.
પાલિકાની ચૂંટણી ગુરૃવાર ૧૫મી જાન્યુઆરી, શુક્રવાર ૧૬મી જાન્યુઆરીએ મત ગણતરી, ત્યારબાદ શનિવાર તથા રવિવાર આવે છે. ૧૫મી જાન્યુઆરીએ મતદાનની જાહેર રજા છે. ૧૬મીએ શુક્રવારે એક દિવસની રજા મૂકીને શનિવાર અને રવિવારના રજા એમ ચાર દિવસની રજા મળતાં કેટલાક માતબરો અને મુંબઈગરા મકરસંક્રાંતિની ઉજવણી કરવા તો કેટલાક મુંબઈની બહાર ફરવા તેમ જ હવાખાવાના સ્થળે જશે. એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ છે. આ કારણસર મતદાનના દિવસે ગુરૃવારે મતદાન પર માઠી અસર પડી શકે છે.
સામાન્ય રીતે દરવર્ષે ગુજરાતી મારવાડી લોકો મકરસંક્રાંતિની ઉજવણી કરવા ગુજરાત તથા રાજસ્થાન જાય છે. એવું કેટલાક અગ્રણીઓએ કહ્યંુ હતું.
આ વખતે મકરસંક્રાંત અને વીક એન્ડ સાથે આવતા જરૃરથી લોકો બહારગામ જશે. બીજી તરફ તમામ રાજકીય પક્ષો તેમના સરકારી યંત્રણા લોકોને મતદાન કરીને બહારગામ જવાનું કહી રહી છે. મતદાન કરવાની ફરજ ચૂકશો નહીં. આમ મતદારોને રિઝવી રહ્યા છે. હવે જોવાનું કે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કેટલા ટકા મતદાન થાય છે.
મુંબઈના મતદારો કેટલાં?
મુંબઈમાં ૧,૦૨,૨૯,૭૦૮ મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા ૫૪.૬૭ લાખ, મહિલા મતદારોની સંખ્યા ૪૭.૬૧ લાખ અને તૃતીયપંથી મતદારોની સંખ્યા ૧,૦૮૨ છે.
અહીં મતદારોમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૧.૪૬ લાખો મતદારો છે. દિવ્યાંગ મતદારો ૨૪૦૦૦ જેટલા છે.


