Mumbai

દિવાળી નજીક આવતાં એફડીએએ આળસ ખંખેરીઃ દરોડા શરુ

By GS TEAM
7 Oct 20251 min read
દિવાળી નજીક આવતાં એફડીએએ આળસ ખંખેરીઃ દરોડા શરુ

સમગ્ર રાજ્યમાં ૧૬૦૦થી વધુ સ્થળોએ તપાસ 

ઘી, ખાદ્યતેલ, મિઠાઈ, ચોકલેટ્સનાં ૨૩૦૦થી વધુ સેમ્પલ લેવાયાં પણ તેમાંથી ૫૦૦નો રિપોર્ટ હજુુ માંડ આવ્યો 

મુંબઈ -  ખાધાન્નોમાં  ભેળસેળ રોકવા મહારાષ્ટ્ર એફડીએએ સમગ્ર રાજ્યમાં ફૂડ સેફટી અભિયાન શરૃ કર્યું. દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી તંત્ર સક્રિય બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ શનિવાર સુધીમાં ૧૫૯૪થી વધુ મિઠાઈની દુકાનોમાં ઈન્સપેક્શન કર્યું છે અને ટેસ્ટિંગ માટે ૨૩૬૯ ફૂડ સેમ્પ્લસ ભેગા કર્યા છે.

એફડીએના અભિયાનમાં  દૂધ, માવો, ઘી, ખાદ્યતેલો, મિઠાઈઓ, સૂકા મેવા અને ચોકલેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એફડીએના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર ૫૫૪ સેમ્પલોના રિપોર્ટ મળ્યો છે જે અનુસાર ૫૧૩ સેમ્પલ સુરક્ષિત ૨૬ની ગુણવત્તા ઉતરતી હોવાની અને ચારમાં લેબલિંગની ભૂલ અને ૧૧ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું. બાકીના ૧૮૧૫ સેમ્પલોનો રિપોર્ટ હજુ મળ્યો નથી. 

ઓગસ્ટમાં એફડીએ આવી રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી હતી. ભેળસેળના બનાવો તહેવારો દરમ્યાન વધતા હોવાથી લોકોને આરોગ્યપ્રદ સુરક્ષિત ખાધાન્નો મળવા જોઈએ તે દ્રષ્ટિએ એફડીએ એક્શન લઈ રહ્યું છે. વિવિધ સ્થળો પરની દુકાનો પર સરપ્રાઈઝ વિઝિટ કરીને શંકાસ્પદ લાગતા ખાદ્યસામગ્રીને જપ્ત કરી ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. તેવું એક અધિકારીએ કહ્યું હતું.