લોનાવલાના દસ રિસોર્ટ અને હોટેલો પર એફડીએની રેડ
મોનસૂન મસ્તી માટે માનીતા સ્થળ
વાસી અને બગડેલું ખાણું પીરસાતું હતું ઃ એકસ્પાયરી ડેટવાળા ફૂડ પેકેટ્સ પણ પકડાયા
મુંબઇ - મોનસૂન મસ્તી માટેના માનીતા ટુરિસ્ટ સ્પોટ લોનાવલામાં દસ રિસોર્ટ અને હોટેલો પર તાજેતરમાં જ એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) તરફથી રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન વાસી અને બગડેલું ખાણું તેમ જ એક્સપાયરી ડેટવાળા ફૂડ પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રિસોર્ટ અને હોટેલોના કિચનમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.
એફડીએના જોઇન્ટ કમિશનર સુરેશ દેશમુખે આપેલી માહિતી મુજબ રેડ પાડવામાં આવી એમાંથી મોટા ભાગની હોટેલો અને રિસોર્ટમાં મુદતબાહ્ય ખાદ્યસામગ્રીમાંથી તૈયાર કરવામાં આળેલી વાનગીઓ પીરસવામાં આવતી હતી. એકસ્પાયરી ડેટવાળા દાળ, આટો, બ્રેડ, ચિકન, ફિશફિંગર, સડેલા શાકભાજી આ બધા શાકાહારી અને માંસાહારી પદાર્થો એક જ ફ્રિઝમાં રાખવામાં આવતા હતા. કિચનમાં ખૂબ ગંદકી જોવા મળી હ તી. સ્વચ્છતાના પ્રાથમિક નિયમોનું પણ પાલન કરવ ામાં નહોતું આવતું.
દૂર દૂરથી લોનાવલા ફરવા આવતા ટુરિસ્ટોના આરોગ્ય સાથે કેવો જોખમી ખેલ ખેલવામાં આવે છે તેનો ઘટસ્ફોટ એફડીએની રેડને પગલે થયો હતો. આ હોટેલ અને રિસોર્ટસમાંથી ભેગા કરવ ામાં આળેલા ફૂડ સેમ્પલ તપાસણી માટે લેબોરેટરીમાં મોકલ વામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા પછી દંડાત્મક કાર્યવાહી કર વામાં આવશે. અન્ન સુરક્ષા કાયદાની જોગવાઇ હેઠળ હોટેલ અને રિસોર્ટવાળાને સુધારો કરવાના પગલાં લેવાની નોટિસ પાઠવવામાં આવશે. આપેલી મુદતમાં ખામીઓ સુધારવામાં નહીં આવે તો લાયસન્સ રદ કરવામાં આવશે એમ એફડીએના સૂત્રોએ જણાવ્યું હતું.