મથુરામાં શાળાના શિક્ષકોએ ડામ જોયા
પુત્રને લાકડીઓથી મારી અત્યાચારઃ ભાયંદરના નવઘર પોલીસ મથકે ગુનો દાખલ
મુંબઈ - ભાયંદરમાં અભ્યાસમાં ધ્યાન નહિ આપતા નવ વર્ષના પુત્રને પિતાએ ગરમ ઈસ્ત્રીના ડામ આપતાં પિતા વિરુદ્ધ નવઘર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.
માતાના મૃત્યુ પછી, તેના પિતાએ તેને મધુરાની એક નિવાસી શાળામાં અભ્યાસ માટે મોકલ્યો હતો. થોડા દિવસો પહેલા, તેના શિક્ષકોએ તેના શરીર પર ડામના નિશાન અને માર મારવાના નિશાન જોયા બાદ તેની તપાસ કરી હતી. તે સમયે, આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. છોકરાના ૩૩ વર્ષના પિતા, ધીરજ શર્મા, નાની નાની બાબતોમાં તેને માર મારતા હતા. તે ભણવા ન જવા, ખાવાનું ન ખાવા વગેરે નાની નાની બાબતોમાં તેને અપશબ્દો કહેતા હતા અને તેને થપ્પડ અને લાકડીઓથી માર મારતા હતા. તે ઘણીવાર તેને ગરમ ઈીથી ડામ આપ્યા હતા. ૨૦ ડિસેમ્બરથી બે ફેબુ્રઆરી દરમિયાન, આરોપી શર્માએ છોકરાને ઈીથી ડામ આપ્યા હતા. છોકરાની દાદી અને અન્ય સંબંધીઓએ નવઘર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે, નવઘર પોલીસે આરોપી ધીરજ શર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮ (૧) અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમની કલમ ૭૫, ૮૬ હેઠળ કેસ નોંધ્યો છે.


