Get The App

ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ફરાહ ખાને નરગિસ ફખરીના લગ્નનું પેપર ફોડી નાખ્યું 1 - image


ગત ફેબ્રુઆરીમાં સિક્રેટ વેડિંગ કર્યાં હતાં

નરગિસનો પતિ ટોની બેગ અમેરિકાનો બહુ ધનાઢ્ય બિઝનેસમેન છે

મુંબઇ -  નરગિસ ફખરીએ ગત ફેબુ્રઆરીમાં તેના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધાં  હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, નરગિસે પોતે ક્યારેય આ સમાચાર કન્ફર્મ  કર્યા ન હતા. હવે ફરાહ ખાને  નરગિસનાં લગ્ન થઈ ચૂક્યાની વાત અનાયાસે જ જાહેર કરી દીધી છે.

મુંબઈમાં એક ઈવેન્ટના એક વિડીયોમાં નરગિસ, ટોની બૈગ અને ફરાહ ખાન પોઝ આપતાં જોવા મળી રહ્યા છે.ફરાહ ટોનીને કહેતા સંભળાઇ રહી છે કે, તારી  પત્ની સાથે પોઝ આપ. આ વિડીયો વાયરલ થયો છે અન ેતે સાથે જ નરગિસનાં લગ્ન થઈ ચૂક્યાનું પણ કન્ફર્મ થઈ ગયું છે.

નરગિસનો પતિ ટોની બેગ મૂળ  કાશ્મીરનો છે. અમેરિકામાં તેની કંપની હેલ્થ બિઝનેસ તથા વસ્ત્ર ઉદ્યોગમાં પણ સક્રિય છે. તે બહુ ધનાઢ્ય હોવાનું કહેવાય છે.

કહેવાય છે કે, નરગિસે ગત ફેબુ્રઆરી મહિનામાં જ લોસ એન્જલિસમાં બહુ અંગત સ્વજનોની હાજરીમાં તેનાં લગ્ન કરી લીધાં હતાં. તે પછી તેના સ્વિર્ત્ઝલેન્ડ પ્રવાસની તસવીરો વાયરલ થઈ હતી. તે વખતે લોકોએ નરગિસ હનીમૂન  પર હોવાની અટકળો વ્યક્ત કરી હતી.

Tags :