Get The App

કેટરિના કૈફના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
કેટરિના કૈફના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ 1 - image

ઘરની બાલ્કની પર કેમેરો ફોક્સ કરી ફોટા લેવાયા

સોનાક્ષીએ કહ્યું, આ ક્રિમિનલ કૃત્ય છે, અગાઉ આલિયાના આ રીતે ફોટા લેવાયા હતા

મુંબઈ -  કેટરિના કૈફ મુંબઈમાં પોતાના ફલેટની બાલ્કનીમાં હતી ત્યારે કોઈએ ચોરીછૂપીથી તેના ફોટા  પાડી લઈ એક પોર્ટલના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લીક કરી દેતાં કેટરિનાના ચાહકો કાળઝાળ થઈ ગયા હતા. ચાહકોએ આ ફોટા લેનારા તથા તેને   પ્રગટ કરનારા પર કેસ દાખલ કરવાની માગણી કરી હતી. 

અનેક સેલિબ્રિટીઓએ પણ આ કૃત્ય વખોડી કાઢ્યું હતું. સોનાક્ષી સિંહાએ સાફ સાફ  કહ્યું હતું કે આ એક ક્રિમિનલ એક્ટ છે.  કેટલાક ચાહકોએ લખ્યું હતું કે પાપારાઝીઓ હવે ન્યૂસન્સ બની ગયા છે. કોઈએ યાદ કરાવ્યું હતું કે લેડી ડાયના પણ પાપારાઝીઓને કારણે મોતને ભેટી હતી. 

ઉલ્લેખનીય છે કે કેટરિના હાલ  પ્રેગનન્ટ છે અને હવે ગમે ત્યારે તેની ડિલિવરી થવાની છે. તેના બેબી બમ્પના ફોટા હજુ સુધી જાહેરમાં આવ્યા નથી. 

અગાઉ આલિયા ભટ્ટ પણ તેના ઘરની બાલ્કનીમાં હતી ત્યારે બાજુની બિલ્ડિંગમાંથી કોઈએ તેના ફોટા પાડી લીધા હતા. આલિયાએ તેની સામે વિરોધ નોંધાવ્યા બાદ આ ફોટા ડિલીટ કરી દેવાયા હતા.