Get The App

મધર ઈન્ડિયાથી ફેમસ કલાકાર સાજિદ ખાનનું નિધન

Updated: Dec 28th, 2023

GS TEAM

Google News
Google News
મધર ઈન્ડિયાથી ફેમસ કલાકાર સાજિદ ખાનનું નિધન 1 - image


સર્જક મહેબૂબ ખાને  પાલન કર્યું હતું 

મધર ઈન્ડિયામાં સુનિલ દત્તના બાળપણના રોલમાં લોકપ્રિયતા મળી હતી

મુંબઇ :  હિંદી સિનેમાની ક્લાસિક ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં મુખ્ય નાયક સુનિલ દત્તના બાળપણનો રોલ નિભાવીને જાણીતા થયેલા કલાકાર સાજિદ ખાનનું  ૭૧ વર્ષની વયે કેન્સરને પગલે અમેરિકામાં નિધન થયું છે. 

સાજિદ ખાનના પુત્ર સમીરે જણાવ્યુ ંહતું કે,  કેન્સરને કારણે  મારા પિતાનું નિધન થયું છે. 

 મારા પિતા પોતાની બીજી પત્ની સાથે કેરલમાં સ્થાયી થઇ ગયા હતા. મારા પિતાને રાજકુમાર અને સુનીતા પિતામ્બર રાણાએ દત્તક લીધા હતા અને તેમનું પાલનપોષણ ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાને કર્યુ ંહતું. તેઓ લાંબા સમયથી ફિલ્મની દુનિયાથી દૂર થઇ ગયા હતા. તેમને કેરલ બહુ પસંદ હોવાથી વારંવાર ત્યાં આવતા અને અંતે ત્યાં જ સ્થાયી થઇ ગયા. 

ફિલ્મ મધર ઇન્ડિયા પછી સાજિદ ખાને મહેબુબ ખાનની સન ઓફ ઇન્ડિયામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે હિંદી ફિલ્મોની સાથેસાથે અમેરિકાના ટીવી શો ધ બિગ વેલીના એકએપિસોડમાં મહેમાન ભૂમિકા નિભાવી હતી. તેમજ સંગીત શો ઇટ્સ હેપનિંગમાં ન્યાયાધીશની મહેમાન ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેણે ધ સિંગિગં ફિલિપિના, માઇ ફની ગર્લ અને ધ પ્રિન્સ એન્ડ આઇ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ ંહતું.


Tags :