10 લાખના નેકલેસની ખરીદીના બદલામાં સોનાના નકલી સિક્કા પધરાવ્યા
પત્નીનો જન્મ દિવસ હોવાનું જણાવી સેલ્સવુમન સાથે છેતરપિંડી
ડોંબિવલીની દુકાનમાં સેલ્સવુમનને રોકડ કે કાર્ડને બદલે સિક્કા સ્વીકારી લેવા સમજાવી લીધી
મુંબઇ - ડોમ્બિવલીમાં અજાણી વ્યક્તિઓ નકલી સોનાના સિક્કાના બદલામાં રૃા. ૧૦.૩૩ લાખના નેકલેસની ખરીદી કરી જ્વેલરી દુકાનની સેલ્સવુમન સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીને પકડવા વધુ તપાસ આદરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં ગત ૩૦ ઓગસ્ટના અજાણ્યો આરોપી જ્વેલરી દુકાનમાં ગયો હતો. શોપમાં ફરિયાદી મહિલા કામ કરતી હતી. તેણે આ સેલ્સવુમનને કહ્યું કે આજે તેની પત્નીનો જન્મ દિવસ છે. આમ પત્નીને બર્થ-ડે ગીફ્ટ આપવાના બહાને તેણે રૃા. ૧૦.૩૩ લાખનો સોનાનો હારની ખરીદી કરી હતી. તેણે દુકાનના સ્ટાફને રોકડ કે કાર્ડને બદલે પોતાની પાસેથી સોનાની સિક્કા સ્વીકારવા સમજાવ્યા હતા.
અધિકારીએ કહ્યું કે બાદમાં તપાસ દરમિયાન આ સિક્કા નકલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪) (છેતરપિંડી) હેઠળ એફઆઇઆર નોંધી છે.
પોલીસે દુકાન અને આસપાસના વિસ્તારમાં બેસાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે. આમ આરોપીની શોધખોળ ચાલી રહી છે.