Mumbai

મુલુંડમાં વિદેશી નગારિકોને છેતરતાં બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ

By GS TEAM
13 Nov 20252 mins read
મુલુંડમાં વિદેશી નગારિકોને છેતરતાં બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ

પાંચ યુવકની ધરપકડ, સુરતના એક સાગરિતની શોધખોળ 

અમેરિકા તથા કેનેડાના નાગરિકોને આસાન લોનની ઓફર કરી ગિફ્ટ કાર્ડ અથવા  ક્રિપ્ટો દ્વારા પૈસા મેળવી છેતરપિંડી

મુંબઈ: મુંબઈમાં એક નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે.અમેરિકા અને કેનેડામાં લોકોને છેતરતા  પાંચ યુવકની ધરપકડ કરી છે.ઝડપી લોનની ઓફર કરીને અને ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા મેળવીને છેતરપિંડી કરી રહ્યા હતા,એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

પોલીસને માહિતી મળી હતી કે સાગર ગુપ્તા નામનો એક વ્યક્તિ મુલુંડ કોલોનીમાં એક સહયોગીની મદદથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવી રહ્યો છે.તેઓ આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી લોન મંજુર કરાવવાનું વચન આપીને  ફિશિંગ કોલ અને સંદેશા મોકલી પૈસા પડાવતા હતા.

 એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ યુએસ અને કેનેડિયન નાગરિકોને ઝડપી લોનની ઓફર કરીને અને ગિફ્ટ કાર્ડ અથવા ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા મેળવીને છેતરપિંડી કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે પોલીસે મંગળવારે પાંચ લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી બે લેપટોપ, ૧૧ મોબાઈલ ફોન, બે રાઉટર અને ૭૬,૦૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.

અધિકારીએ કહ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સાગર રાજેશ ગુપ્તા (ઉ.વ.૨૭ ), અભિષેક સૂર્યપ્રકાશ સિંહ (ઉ.વ.૨૮), તન્મય કુમાર રજનીશ ધડસિંગ (ઉ.વ.૨૭), શૈલેષ મનોહર શેટ્ટી (ઉ.વ..૨૭) અને રોહન અંસારી (ઉ.વ.૨૮) તરીકે કરવામાં આવી છે.

  આ ગુનામાં ગુજરાતના સુરતના પ્રશાંત રાજપૂતની શોધ ચાલુ છે.તે આરોપીઓને ડોલર ગિફ્ટ કાર્ડને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી રહ્યો હતો.

પોલીસે ઉમેર્યું કે આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.